અફઘાન. પૂર્વ ઇન્ટેલિજન્સ ચીફનો દાવો : પાક.-ISIS વચ્ચેની સાઠગાંઠના ઠોસ પુરાવા છે

317

 

(જી.એન.એસ)કાબુલ,તા.૩

ભારતના પડોસી દેશ અફઘાનિસ્તાનમાં ૨૮ સપ્ટેમ્બરે રાષ્ટ્રપતિ ચૂંટણી યોજાવાની છે. આ દરમિયાન અફઘાનિસ્તાનમાં ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર અમરુલ્લાહ સલેહએ આતંકી સંગઠન ઈસ્લામિક સ્ટેટના પાકિસ્તાનની સાથે કનેક્શનનો દાવો કર્યો છે. સલેહનું કહેવું છે કે અફઘાનિસ્તાનની પાસે તેના પૂરતાં પુરાવા છે કે પાકિસ્તાન આઈએસઆઈએસ આતંકવાદીઓને ફન્ડિંગ કરે છે.

અફઘાનિસ્તાનમાં આતરિક મામલાઓ (ગૃહ મંત્રી)ના પૂર્વ મંત્રી અને પૂર્વ ઇન્ટેલિજન્સ એજન્સી પ્રમુખ રહી ચૂકેલા અમરુલ્લાહ સલેહે દાવો કર્યો કે કાબુલમાં સુરક્ષા દળોએ હાલમાં જ કેટલાક આઈએસઆઈએસ એક્ટિવિસ્ટને પકડ્યા હતા. પૂછપરછમાં તે લોકોએ સ્વીકાર્યુ કે તેમને પાકિસ્તાનથી ફન્ડિંગ મળે છે. પાકિસ્તાને આતંક ફેલાવવા માટે તેમને હથિયાર પણ પૂરા પાડ્યા હતા. અમારી પાસે તેના મજબૂત પુરાવા પણ છે.

સલેહે જમ્મુ-કાશ્મીરના બંધારણના આર્ટિકલ ૩૭૦ હટાવવા પર મોદી સરકારનું સમર્થન કર્યુ. તેની સાથે જ તેઓએ ભારત સામે ગુસ્સે ભરાયેલું પાકિસ્તાન અફઘાનિસ્તાન સાથે બદલો લઈ રહ્યું હોવાનો પણ આરોપ લગાવ્યો, કારણ કે અફઘાનિસ્તાન ભારતને દોસ્ત માને છે.

Previous articleમહિલાએ બુરખો પહેરેલી ડોક્ટર પર હુમલો કરતા ફરિયાદ
Next articleકાગડાંઓનો દુશ્મન બન્યો વ્યક્તિ, ઘરથી બહાર નીકળતા જ પ્રહારો ચાલુ