કિસ કરતા વીડિયોથી બ્લેકમેલ કરીને યુવકે કિશોરી પર દુષ્કર્મ આચર્યું

481

૧૭ વર્ષની કિશોરીની માતાએ મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી કે, બે વર્ષ પહેલા તેની દીકરી ધોરણ ૧૧માં અભ્યાસ કરતી હતી, અને રોજ ચાલતી ઘરેથી સ્કૂલે જતી હતી. ત્યારે ઓનએનજીસીમાં સ્કૂલવાન ચાલકનુ કામ કરતો મોઈન ચૌહાણ નામનો યુવક રોજ મારી દીકરીને હોર્ન મારીને હેરાન કરતો હતો. તો ક્યારેક કાર સામે લાવીને ઉભો રહી જતો. એક દિવસ તેણે મારી દીકરીને પ્રેમ કરતો હોવાનું જણાવ્યું હતું કે, ‘જો તુ મારી સાથે વાત નહી કરે તો દવા પી મરી જઈશ.’ આવી ધમકી આપી તેણે મારી દીકરીને ફસાવી હતી. બાદમાં એક દિવસ તેણે મારી દીકરીને જબરદસ્તી કારમાં બેસાડીને અવાવરુ જગ્યાએ લઈ ગયો હતો, જ્યાં તેણે કિશોરી સાથે દુષ્કર્મ આચર્યું હતું.

એક દિવસ તે મારી દીકરીને કમાટીબાગ લઈ ગયો હતો, ચુંબન કરતો વીડિયો લીધો હતો. જેને લઈને તે વારંવાર કિશોરીને બ્લેકમેલ કતો હતો. આ બાદ કિશોરીના પરિવારે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોઁધાવી હતી. જેના બાદ પોલીસે દુષ્કર્મ અને એટ્રોસિટીનો ગુનો નોંધી મોઈન ચૌહાણની ધરપકડ કરી હતી. મોઈન અજીત ચૌહાણ તરસાલી વિસ્તારના ચોરાવાળા ફળિયામાં રહે છે.

Previous articleકાગડાંઓનો દુશ્મન બન્યો વ્યક્તિ, ઘરથી બહાર નીકળતા જ પ્રહારો ચાલુ
Next articleહેરિટેજ મિલકતધારકોને અલગ પ્રકારનાં પ્રોપર્ટી ટેકસ બિલના વિતરણની શરૂઆત