કચ્છના રાપરના વતની અને વર્ષોથી ધંધાર્થે મુંબઇના થાણા વિસ્તારમાં સ્થાઇ થયેલી મહિલાએ પતિના ત્રાસને કારણે બે માસુમ સંતાનને ફાસીએ લટકાવી મોતને ઘાટ ઉતાર્યા બાદ ખુદ ફાસો ખાઇ આપઘાત કરી લેતા આ હ્રદયદ્રાવક કિસ્સાથી કચ્છ સહિત બૃહદ કચ્છમાં અરેરાટી વ્યાપી ગઇ છે.
મુળ કચ્છના રાપરના રહેવાસી અને હાલ મુંબઇના થાણેમાં રહેતા સીતાબેન રાજુભાઇ વાવીયા નામની ૨૮ વર્ષીય મહિલા પોતાના માતા-પિતાના ઘરે થોડા મહિના પહેલા પતિથી રીસાઇને રહેવા આવી હતી દરમિયાન મહિલાના પતિ રાજુએ બે સંતાનો પરત આપી દેવા દબાણ કરતાં પતિના ત્રાસને કારણે પ્રથમ બે સંતાન ૫ વર્ષના લક્ષ્ય અને ૪ રૂદ્રને ગળે ફાસો આપી જાનથી મારી નાખ્યા બાદ પોતે પણ ગળે ફાંસો ખાઇ મોત માંગી લીધું હતું.
હતભાગી સીતાબેન વાવીયાના ૭ વર્ષ અગાઉ તેના રાજુ વાવીયા સાથે સામાજિક રીતરસમોથી લગ્ન થયા હતા.રાજુ વાવીયા થાણેમાં ગેરેજનો વ્યવસાય કરે છે. બન્નેના લગ્ન ગાળા દરમિયાન તેને બે પુત્ર જન્મ્યાં હતા. પતિના ત્રાસને કારણે કંટાળીને હતભાગી સીતાબેન થાણેમાં જ રહેતા માતા પિતાને ઘરે ચાલી ગઇ હતી. અને આત્મઘાતી પગલું ભરી લીધું હતું આત્મહત્યા પૂર્વે સુસાઇડ નોટમાં પતિ અને સાસરીયા સામે મરવા પર મજબુર કર્યાની વાત લખી હતી. થાણે પોલીસે હતભાગી સીતાબેનના ભાઇની ફરિયાદ પરથી પતિ રાજુભાઇ અને તેમના પિતા સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.