રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના ખીરસરા ગામની ઘટના છે. ખીરસરા ગામમાં તલાટી મંત્રી તરીકે કાજલબેન ભગુભાઈ પરમાર છે. જે રાજકોટમાં રહે છે અને જેતપુર તાલુકાના ખીરસરા ગામમાં તલાટી મંત્રી તરીકે કામ કરે છે.
તલાટી મંત્રીને ગામના તમામ વેરા ઉઘરાવી અને તેનો હિંસાબ રાખવા નો હોય છે, પણ કાજલબેન ઉઘરાવેલ વેરા અને તેનો હિસાબ આપી ના શક્યા અને નિયમ મુજબ સમય મર્યાદામાં આ કામગીરી પુરી ના કરી શક્યા. જેથી હવે શું કરવું તે પ્રશ્ન હતો જેના માટે તેવો એ આ જ ગામમાં રહેતા તેના પ્રેમી સાથે મળીને એક પ્લાન ઘડ્યો. જેમાં કાજલે તેના પ્રેમી બ્રિજરાજસિંહ સરવૈયા ઉર્ફે બિટુભાની મદદ લઇ અને ગ્રામ પંચાયતમાં રહેલા હિસાબી અને મહત્વના દસ્તાવેજને સળગાવી નાખ્યા, આ માટે તેણીએ લોકરની ચાવી તેના પ્રેમી બિટુભાને આપી અને બિટુભાએ ગ્રામપંચાયતનું તાળું તોડીને અંદર જઈ મહત્વના દસ્તાવેજ અને હિસાબના ચોપડા સળગાવી નાખ્યા.
હાલ રાજકોટ એલસીબીએ આ બંનેને પકડી પડ્યા છે. પોલીસ હીરાસતમાં પકડાયેલ કાજલના પ્રેમી બિટુભાએ પોતે આ કામ પોતાની પ્રેમિકા કાજલબેન માટે કરેલ હોવાનું જણાવ્યું હતું, જયારે આ બાબતની ફરિયાદ ખુદ કાજલબેને જ કરી હતી અને પોલીસ તપાસમાં હાલ તે જ આરોપી તરીકે સામે આવ્યા છે. જ્યારે તેનો પ્રેમી બિટુભા પોતાના પ્રેમ માટે સરકારી દસ્તાવેજોને નુક્સાન કરવા અને નાશ કરવાના ગુના માટે પોલિસ હીરાસતમાં છે.