સુમુલ ડેરી રોડ નજીક આવેલા જીરાવાલા કમ્પાઉન્ડ પાસે આવેલી ગોધાણી ઈમ્પેક્સમાંથી દિવાળીના ૨ મહિના પહેલાં ૧૦૦ જેટલા રત્નકલાકારોને છૂટા કરી દેવામાં આવ્યા હતા. છૂટા કરાયેલા રત્નકલાકારોમાં રોષ જોવા મળી રહ્યો છે. અને કલેક્ટર ઓફિસ પર ઘરણા કરવાની ચિમકી ઉચ્ચારવામાં આવી છે.
સુમુલ ડેરી રોડ નજીક આવેલા જીરાવાલા કમ્પાઉન્ડ પાસે આવેલી ગોધાણી ઈમ્પેક્સમાંથી ૧૦૦ જેટલા રત્નકલાકારોને છૂટા કરી દેવામાં આવ્યા હતા. છૂટા કરી દેવાયેલા રત્નકલાકારોમાં રોષ જોવા મળી રહ્યો છે. આજે છૂટા કરી દેવાયેલા અને અન્ય ૧૦૦ જેટલા રત્નકલાકારો કતારગામ ગજેરા સર્કલ પાસે આવેલા સ્પોર્ટ ગ્રાઉન્ડ પાસે એકઠા થયા હતા. ડાયમંડ વર્કર યુનિયન પ્રવક્તા ભરત હડિયાએ જણાવ્યું હતું કે, કલેકટર ડોક્ટર ધવલ પટેલને આવેદનપત્ર આપી અમારી સમસ્યાની મધ્યસ્થી કરવા રજૂઆત કરવામાં આવશે. જ્યાં સુધી અમને અમારો હક અને અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે કલેકટર ઓફિસ પર ધરણાં કરીશું.
અંગે છૂટા કરાયેલા રત્નકલાકારોએ જણાવ્યું હતું કે, અમે ગત શુક્રવારે સવારે કારખાને રોજની જેમ ગયા ત્યારે શેઠે અચાનક જ કારખાનું બંધ કરી દેવાનું હોવાથી કારીગરોને રજા આપી દીધી હતી. ઓચિંતી ના પાડી દેતા અમારા માટે ગંભીર પ્રશ્ન સર્જાયો છે. અમને બીજે કામ પર લગાવી દેવાનું કહ્યું હતું. જોકે, અમે જાણીએ છીએ કે આ સમયમાં કોઈને ત્યાં જગ્યા નથી. બધા પોતાના કારીગરોને સાચવવા મથે છે. અમને મહિના અગાઉ કહ્યું હોત અથવા દિવાળી સુધી કંપની ચાલુ રાખી હોત તો અમારે હેરાન ન થવું પડ્યું હોત. અમારી માંગ છે કે અમને વળતર ચુકવવામાં આવે.