સુરતમાં ગણેશ ઉત્સવ દરમિયાન બીયર પીને ઝૂમી રહેલાં યુવકોનો વીડિયો વાયરલ થયો હતો. આ વીડિયો સુરતના ગોલવાડ વિસ્તારનો છે. આ વીડિયોમાં દારૂ પીને જોઈને ઝૂમી રહેલાં દેખાય રહ્યો છે. ગણેશજીની પ્રતિમા લઈ જતી વખતે દારૂ પીને ઝૂમી રહેલાં લોકો દેખાઈ રહ્યા છે. આ મામલે વીડિયો વાયરલ થયા બાદ પોલીસે આઠની અટક કરી તેમની પૂછપરછ શરૂ કરી છે. પોલીસે આ મામલે ધાર્મિક લાગણી દુભાવવાનો ગુનો પણ દાખલ કર્યો છે.સુરત પોલીસના પીઆરઓ જે.કે. પંડ્યાએ જણાવ્યું હતું કે સુરત શહેરના મહીધરપુરા પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે. પોલીસ સ્ટેશનની હદમાં આવતા ગોલવાડ વિસ્તારના શિવગણેશ યુવક મંડળના કેટલાક યુવકો નશાની હાલતમાં ડાન્સ કરી રહેલા યુવકોનો વીડિયો વાયરલ થયો હતો. પોલીસે આઈ.પી.સી.ની કલમ ૧૪૩ ૨૯૫ (ક) મુજબ લોકોની ધાર્મિક લાગણી દુભાવવાનો ગુનો દાખલ કરેલો છે.
પોલીસે આ મામલે આઠ આરોપીઓ કમલેશ રાણા, તેજસ રાણા, રોશન રાણા, અમિત રાણા, અનિલ રાણા, અશરફ ખાન પઠાણ, રજનીકાંત રાણાની અટક કરી ગુનાની વધુ તપાસ હાથ ધરી છે.
અગાઉ આ વીડિયો વિશે પ્રતિક્રિયા આપતા સુરતના ધારાસભ્ય અરવિંદ રાણાએ જણાવ્યું હતું કે આ વીડિયો જો ગુજરાતનો કે સુરતનો હશે તો પોલીસ ચોક્કસપણે પગલાં ભરશે પરંતુ જો વીડિયો ગુજરાત બહારનો હશે તો પોલીસ કાયદેસરની કાર્યવાહી કરી શકશે નહીં.
આ વીડિયો સુરતના ગોલવાડ વિસ્તારના વાડી ફળિયાનો હોવાની પુષ્ટી થઈ છે. આ ઘટના ખૂબ જ શરમજનક ઘટના છે. એક તરફ ગણપતિજીની સવારી આવી રહી હતી ત્યારે યુવાનો ’નશા શરાબમેં હોતા તો ઝૂમતી બોટલ’ ગીત પર હાથમાં બીયરની બોટલો લઈને નાચી રહેલાં વીડિયોમાં જોવા મળે છે.