આજે લાખોની લકઝુરીયસ ગાડીઓ લઈ ધારાસભ્યો પ્રજાની સેવામાં

750
gandhi432018-5.jpg

જુના સમયના પ્રજાના સેવકો એટલે કે ધારાસભ્યો સાયકલ લઈને કે માંડ સ્કુટર ધરાવતા હતાં. કયારેક તો લીફટ માંગીને એમએલએ ક્વાટર જતાં જોવા મળતાં હતા. એમએલએ કવાટરથી વિધાનસભા સત્ર દરમિયાન બસની વ્યવસ્થા કરવામાં આવતી હતી. રાજયભરમાં બસમાં તેમના માટે શીટ રિઝર્વ રખાયેલ છે પરંતુ પ્રજાના સેવકોનો આજનો સિનારીયો કઈંક બદલાયેલો જોવા મળે છે. 
દેશના અન્ય રાજ્યોના ધારાસભ્યો કરતાં ગુજરાતના ધારાસભ્યો સમૃદ્ધ હોવાનો વિઘાનસભાના બજેટ સત્રમાં જોવા મળ્યું હતું. ગુજરાતના કુલ ૧૮૨ ઘારાસભ્યોમાંથી ૧૦૦થી વઘુ ધારાસભ્યો એસયુવી કારમાં ફરે છે. તેમાં પણ ગુજરાતના ૭૦ જેટલા ધારાસભ્યો પાસે ૧૫થી ૩૫ લાખની કિંમતની કારથી માંડીને વોલ્વો મર્સિડીસ સુધીની ૫૦ લાખથી વધુ કિંમતની કાર્સ છે.
ગુજરાત વિધાનસભાનુ બજેટ સત્ર ચાલી રહ્યું છે. નવી ૧૪મી વિધાનસભામાં ચૂંટાયેલા યુવાન અને નવા ધારાસભ્યો ઉપરાંત સીનિયર ધારાસભ્યોની રહેણીકરણી વિશે સર્વે કરવાનો પ્રયાસ શરૂ કર્યો હતો. જેમાં સૌપ્રથમ ધારાસભ્યોની કાર અંગેની માહિતી એકઠી કરી હતી. ગુજરાતના ધારાસભ્યોની કારની અમીરી જોતાં ગુજરાતની જનતા પણ ચોંકી ઉઠે તેમ છે. ધારાસભ્યોની સગવડો સાચવવા વિધાનસભા સંકુલનું ૧૩૫ કરોડના ખર્ચે નવિનીકરણ કરીને આધુનિક બનાવવામાં આવ્યું છે.

Previous articleરાજ્યમાં ર વર્ષમાં ૯૦ બાળકને હૃદય રોગની સારવાર અપાઈ
Next articleમનસુખ માંડવીયાએ કામધેનુ વિશ્વવિદ્યાલયના રમતોત્સવ ‘સ્પંદન ૨૦૧૮’નો શુભારંભ કરાવ્યો