ભાવનગર જિલ્લાના વેળાવદરમાં પોષણ સપ્તાહનો પ્રારંભ કરાયો

565

ગારીયાધાર તાલુકા નું વેળાવદર ગામ આંગણવાડી મા પોષણ સપ્તાહ નો પ્રારંભ થયો. તાલુકા પંચાયત ઉપપ્રમુખ શ્રી કનુભાઈ સાંડસુર અને અગ્રણી શ્રી તખુભાઈ સાંડસુરે દિપ પ્રજવલન કરી બાળકોને સમતોલ આહાર આપવા પર વિશેષ ભાર આપ્યો. ગુજરાતમાં કુપોષણ નો સવાલ નથી પરંતુ તેમ છતાં શીશુ સ્વાસ્થ્ય માટે સતત જાગૃત રહેવાની આવશ્યકતા વ્યક્ત કરી. આ કાર્યક્રમ  અબાશંકર ભાઈ ધાંધિયા હાજર રહ્યાં હતા. આંગણવાડી કાર્યકર શ્રીમતી ગીતાબેન મહેતાએ સમગ્ર કાર્યક્રમનું આયોજન કર્યું હતું.

Previous articleઅવાણીયા મોડેલ સ્કુલ ખાતે આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો
Next articleદામનગર ખાતે સુપોષણ માસની ઉજવણી કરાઈ