દામનગર શહેરના ડો બાબા સાહેબ આંબેડકર કોમ્યુનિટી હોલ ખાતે આંગણવાડી સુપરવાઇઝર ફાલ્ગુનીબેન છત્રાલ ની અધ્યક્ષતા માં સુપોષણ માસ પ્રતિજ્ઞા સાથે ભવ્ય ઉજવણી કરાય શહેર ની દરેક આંગણવાડી કેન્દ્રો ની વર્કર હેલ્પર બહેનો સામાજિક અગ્રણી ઓ શ્રી ઓ ની વિશાળ ઉપસ્થિતિ માં સપ્ટેમ્બર માસ ને સુપોષણ માસ અંતર્ગત ભારત સરકાર ના સુંદર ઉદેશો ને ઘર ઘર સુધી પહોંચાડવા ની રાષ્ટ્રીય સુપોષણ અભિયાન અંગે વિસ્તૃત માર્ગદર્શન સાથે સામુહિક પ્રતિજ્ઞા લેવાય ઘર ઘર સુધી સુપોષણ આહાર પાણી અંગે પ્રતિજ્ઞા સાથે સમજ આપતા આંગણવાડી બહેનો ના સંકલન થી સપ્ટેમ્બર માસ ને સુપોષણ માસ જાહેર કરતા સુપોષણ સંવાદ સહિત ના કાર્યક્રમો યોજી આંગણવાડી બહેનો દેશ ના દરેક ઘર સુધી સુપોષણ સંવાદ સાથે રાષ્ટ્રીય અભિયાન ને ઘર ઘર સુધી પહોંચાડી રહ્યા આજે દામનગર શહેર માં ભવ્ય ઉજવણી સાથે સુપોષણ અભિયાન ની ઉજવણી કરાય હતી