ભાવનગર શહેરને પાણી પુરૂ પાડતા ત્રણ જળાશયો પૈકી બે જળાશયોમાં પૈકી બોરતળાવ અન્ને ખોડિયાર તળાવની સપાટીમાં નોંધપાત્ર વધારો થયો નથી. અને સપાટી ર૩ ફુટે જળવાઈ રહી છે. ગઈકાલે બોરતળાવમાં ઉપરવાસના વિસ્તારોમાં પડેલ વરસાદને પગલે આવક શરૂ થઈ હતી. આજે સવારે ૧૦ કલાકે બોરતળાવાની સપાટી ર૯ ફુટ ૮ ઈંચ થઈ હતી. અને અઢ્ઢી ફુટના દોરથી પાણથી આવક સતત ચાલુ હોવાથી બોરતળાવ સપાટી ૩૧ ફુટને આંબવાની તૈયારી છે. બોરતળાવની સપાટી ૧ ફુટ ૯ ઈંચ જેટલો વધારો થયો છે. તસવીર : મનીષ ડાભી