ભારતીય જીવન વિમા નિગમે ૧લી સપ્ટેમ્બરના રોજ ૬૪માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. ૬૩ વર્ષની સફર દરમ્યાન એલઆઈસીએ જીવન વિમા વ્યવસાય ક્ષેત્રે અનેક રેકોર્ડ સ્થાપિત કર્યા છે. એલઆઈસીના ૬૪માં વર્ષમાં પ્રવેશ અંગે વિભાગીય કચેરી ખાતે યોજવામાં આવેલ પત્રકાર પરિષદમાં સિનિયર ડિવિઝનલ મેનેજર કેપ્ટન એ.કે.મિશ્રા, ડી.જે.લાલવાણી મનન ગુજરાતી ઉપસ્થિત રહ્યા હતાં. એલઆઈસી દ્વારા વિમા ધારકો માટે નવી પોલીસી અને સેવાઓ માટે તત્પર હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું.