આજરોજ ભાદરવા-સુદ-પાંચમના ઋષિપાંચમના પર્વની પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવી હતી. આજના પવિત્ર દિવસે નદી કે સમુદ્રમાં સ્નાન કરવાનું મહાત્મ્ય છે. સમુદ્ર તટ કે નદી કિનારે અથવા વાવ કે કુંડમાં ખાસ તો મોટી ઉંમરના વૃધ્ધ બહેનો સ્નાન માટે નજીકના દરિયા કે, નદીમાં સ્નાન માટે જાય છે તેથી આજના દિવસને ડોસી પાંચમ પણ કહેવામાં આવે છે. ભાવનગર જિલ્લામાં ખાસ તો કોળીયાકના નિષ્કલંક મહાદેવ મંદિરના સમુદ્ર તટો ઋષિ પાંચમના સ્નાનનું ભારે મહાત્મ્ય હોય જેથી ભાવનગર શહેર ઉપરાંત તાલુકાના ગ્રામ્ય પંથકોમાંથી હજારોની સંખ્યામાં બહેનો કોળીયાક દરિયે સ્નાન માટે ગયા છે જયા આજે મોટી સંખ્યામાં શ્રધ્ધાળુ બહેનો ઉમટી પડી હતી. ઉલ્લેખનીય છે કે, ભાદરવી અમાસમાં લાખોની સંખ્યામાં શ્રધ્ધાળુ લોકો કોળીયાક દરિયામાં સ્નાન કરવા જાય છે તે મુજબ આજે ઋષિ પાંચમ નિમિત્તે પણ કોળીયાક ખાતે શ્રધ્ધાળુ લોકો ઉમટી પડ્યા હતાં. ઋષિ પાંચમના પર્વે કોળીયાક ઉપરાંત સીહોરમાં બ્રહ્મકુંડ અને ગૌતમેશ્વર મહાદેવ મંદિર, મોટા ગોપનાથ સહિતના અનેક સ્થ્ળોએ પવિત્ર સ્નાન માટેબ હેનો મોટી સંખ્યામાં ઉમટી પડી હતી. આ ઉપરાંત આજે ઋષિ પાંચમના પર્વે કંદમૂળનો ત્યાગ કરી વાડાના શાક અને ફ્રુટ જ ભોજનમાં લેવામાં આવ્યું હતું. આ પર્વે શ્રદ્ધાળુઓ સવાર, બપોર અને સાંજ, એમ ત્રણ વાર તો સ્નાન કરે જ છે. તેમાંય જે સ્થળે પાંડવોના પાપ ધોવાયા તે કોળીયાકના નિષ્કલંક મહાદેવ મંદિરના સમુદ્ર તટે તો જ ભાવિક- શ્રદ્ધાળુઓને ન્હાવાની તક મળે તે પોતાની જાતને ધન્ય ગણે છે.
તે પણ ઉલ્લેખનીય છે કે, જે કારીગરો સુથારી-લુહારી જેવા કામજ સાથે સંકળાયેલા હોય તે સૌ કોઈ કારીગરોથી જાણે અજાણે જીવ-જંતુની હિંસાનું પાપી થયું હોય તેમાંથી મુક્તિ મેળવવા ઋષિ પાંચમનું વ્રત કરે છે.
દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ આજરોજ જયા લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને મેળાના માણીગરો ઉમટી પડે છે. એવા કોળિયાકના પાંચમના મેળામાં જવા ઈચ્છતા લોકો માટે ખાસ પ૦ જેટલી એસ.ટી. બસની પણ વ્ય્વસ્થા કરવામાં આવી હતી. જેમાં ૪૦ મીની બસ દોડતી થઈ હતી અને ફકત ૩૦માં કોળીયાક મુસાફરોને લઈ જવાયા હતાં.