જીવનનગર વિકાસ સમિતિ, વોર્ડ નં. ૧૦ જાગૃત નાગરિક મંડળ અને મહિલા સત્સંગ મંડળના સંયુક્ ઉપક્રમે જીવનનગર ચોકમાં હોલીકાત્સૌવ અને ધૂળેટી પર્વની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. હોલીનું પ્રાગ્ટય પીળો ફોસ્ફરસ, સોડિયમ મેટલ ધાતુથી વૈજ્ઞાનિક રીતે રસપ્રદ કરવામાં આવ્યું હતું. ભારતમાં ત્યૌહારો સામાજિક એકતાના સંદેશ સાથે ભાતૃભવ, આનંદ-ઉલ્લાસનો પ્રતિબિંબ પાડે છે તેમાં લોકો સ્વયંભૂ જોડાય છે. માનવ મહેરામણ ઉમટી પડી હતી.
હોલીકાત્સૌવમાં વોર્ડ નં. ૧૦ ના નગર સેવકો બીનાબેન આચાર્ય, જયોત્સનાબેન ટીલાળા, અશ્વિનભાઈ ભોરણીયા, પૂર્વ કોર્પોરેટર પરેશભાઈ હુંબલ, ઈન્દુબેન હુંબલ, મીતાબેન વાછાણી, કોમલબેન હુંબલ, વોર્ડ પ્રમુખ રજનીભાઈ ગોલે હાજરી આપી ધૂળેટી પર્વની રહીશોને શુભેચ્છા પાઠવી હાજર રહ્યા હતા.
સમિતિના પ્રમુખ અને એડવોકેટ જયંત પંડયાએ હોલીનું પ્રાગ્ટય વૈજ્ઞાનિક પદ્ધતિથી કરી ભારતના ત્યૌહારોના મહત્વની વાત કરી અખંડ ભારત માટેનંુ કર્તવ્યની સમજ આપી મહેમાનોનું સ્વાગત કર્યું હતું. રહીશોને અભિનંદન આપી આગામી કાર્યક્રમોની જાહેરાત કરી હતી.
હોલીકાત્સૌવમાં જીવનનગર, જ્ઞાનજીવન, દેશળદેવ પરા, અમી પાર્ક, શિવપરા, બ્રહ્મસમાજ, તિરૂપતિ સોસાયટીના રહીશો જોડાયા હતા. આ વિસ્તારમાં ગાંધીગ્રામ પોલીસ સ્ટેશને વિશેષ બંદોબસ્ત ફાળવતા લોકોમાં આનંદની લાગણી વ્યાપી હતી. લોકોએ તિલક હોળીથી ધૂળેટી પર્વ ઉજવ્યો હતો.
સમિતિના પ્રમુખ જયંત પંડયાના માર્ગદર્શન હેઠળ મુકેશભાઈ પોપટ, ડૉ. તેજસ ચોકસી, નવીનભાઈ પુરોહિત, વિનુભાઈ ઉપાધ્યાય, અંકલેશ ગોહીલ, પંકજભાઈ મહેતા,હિનાબેન પંડયા, સુનિતાબેન વ્યાસ, મીતાબેન વાછાણી, પ્રસન્નબા વાળા, નયનાબેન ઉપાધ્યાય, જયાબેન શાપરીયા સહિત અનેક બહેનોએ કામગીરી સંભાળી હતી. સંચાલન નવીનભાઈ પુરોહિતે કર્યું હતું.