કેમરૂન ડાયઝ નવી ફિલ્મો સ્વીકારવા માટે ઇચ્છુક છે

522

હોલિવુડની લોકપ્રિય અભિનેત્રી કેમરૂન ડાયઝ એક્ટિંગથી રિટાયર થઇ રહી હોવાના હેવાલને આખરે રદિયો આપવામાં આવ્યો છે. આની સાથે જ કેમરૂના કરોડો ચાહકોને મોટી રાહત થઇ છે. કેમરૂન એક્ટિંગથી નિવૃત થવા જઇ રહી છે તેવા હેવાલ હાલમાં પ્રકાશિત કરવામાં આવ્યા બાદ તેના ચાહકોમાં નિરાશા ફેલાઇ ગઇ હતી. જો કે હવે ખુલાસો કરતા કહેવામાં આવ્યુ છે કે હેવાલ આધારવગરના છે. કેમરૂન હજુ અનેક પ્રોજેક્ટ પર કામ કરવાને લઇને ઉત્સુક છે. હાલમાં હેવાલ આવ્યા હતા કે તે નિવૃત થવા જઇ રહી છે. કેમરૂનના પ્રવકતાના ઇન્ટરવ્યુ બાદ ચાહકોમાં નિરાશા હતી. મેટ્રો ડોટ કો ડોટ યુકેના કહેવા મુજબ ઇન્ટરવ્યુમાં કેમરૂન ડાયઝની પ્રવકતા સેલમા બ્લેયરમાં મજાકમાં કહ્યુ હતુ કે કેમરૂન હવે એક્ટિંગ કરનાર નથી. તેના એક્ટિગની સફર પૂર્ણ થઇ ગઇ છે. કેટલાક ચાહકોએ આ વાત ગંભીરતાથી લઇ લીધી હતી. કારણ કે કેમરૂને છેલ્લા પાંચ વર્ષથી કોઇ ફિલ્મ કરી પણ નથી. બ્લેયરે ચાહકોએ ગંભીર નોંધ લીધા બાદ હવે ખુલાસો કરતા કહ્યુ છે કે આ હેવાલ આધારવગરના છે. તે ઇન્ટરવ્યુ વેળા મજાક કરી રહી હતી. ટ્‌વીટર મારફતે બ્લેયરે હવે ખુલાસો કર્યો છે. ટ્‌વીટમાં કહેવામાં આવ્યુ છે કે તે બ્રેકિંગ ન્યુઝ આપવા જઇ રહી છે અને ન્યુઝ આ છે કે કેમરૂન અંગે તે મજાક કરી રહી હતી. કેમરૂન કોઇ ચીજથી નિવૃત થઇ રહી નથી. તે હજુ પણ એવી જ સેક્સી અને ફિટ બોડી ધરાવે છે. તે ફિલ્મોમાં પોતાના રોલને લઇને કેટલીક પટકથા વાચી રહી છે. બ્લેયરે કહ્યુ છે કે તે પોતે કેમરૂનના પ્રવકતા તરીકે હવે અલગ થઇ રહી છે. કેમરૂન ડાયઝનુ નામ આવતાની સાથે જ ખુબસુરત સેક્સી સ્ટાર દિમાગમાં આવે છે. તેની તમામ મોટી ફિલ્મોમાં ચાર્લિસ એન્જલ્સ સૌથી પહેલા દિમાગમાં આવે છે. તે મોટા ભાગે એક્શન ફિલ્મોમાં વધારે છવાયેલી રહી છે. તમામ ટોપ સ્ટાર સાથે તેની ફિલ્મો રહેલી છે. કેમરૂને અમેરિકન અભિનેત્રીની સાથે સાથે નિર્માતા નિર્દેશક અને ફેસન મોડલ તરીકે પણ લોકપ્રિયતા મેળવી છે. તેની યાદગાર ફિલ્મોની વાત કરવામાં આવે તો ધ માસ્ક, માય બેસ્ટ ફ્રેન્ડ વેડિંગનો સમાવેશ થાય છે. તેની હાઇ પ્રોફાઇલ ફિલ્મમાં ચાર્લિસ એન્જલ્સનો સમાવેશ થાય છે.

કેમરૂન તેના નામ પર ચાર ગોલ્ડન ગ્લોબ એવોર્ડ કરી ચુકી છે. હોલિવુડની સૌથી મોંઘી સ્ટાર પૈકીની એક તરીકે તે હજુ પણ રહેલી છે. તેના તમામ ચાહકો જાણે છે કે કેમરૂને પોતાની કેરિયરની શરૂઆત ફેશન મોડલ તરીકે કરી હત. ૧૬ વર્ષની વયમાં તે ફેશન મોડલ તરીકે આવી ગઇ હતી. ત્યારબાદ તે ક્યારેય પાછળ વળને જોઇ રહી નથી. મોડલિંગ એજન્સી સાથે તેને કોન્ટ્રાક્ટ વર્ક કર્યુ હતુ. વર્ષ ૧૯૯૨માં તે એસએન્ડએમ લેથર ફેશન લિન્જરી માટે ટોપલેસ થઇ હતી. કેમરૂન દરેક રોલમાં નવા પ્રાણ ફુંકવામાં સફળ સાબિત થઇ છે. કેલિફોર્નિયામાં તે જન્મી અને ઉછરી હતી. કેમરૂન હાલમાં કોઇ પ્રોજેક્ટ પર કામ કરી રહી છે કે કેમ તેની કોઇ વાત જાણવા મળી રહી નથી. જો કે તે એક્ટિંગ કરનાર છે અને હાલમાં નિવૃતિ લેવાના કોઇ મુડમાં નથી તેવી જાહેરાત બાદ કેમરૂનના કરોડો ચાહકોમાં નિરાશા દુર થઇ છે. તેની એક્ટિંગ ચાહકો હજુ પણ જોવા માટે ઇચ્છુક છે.

Previous articleહાલ સારા અલી કુલી નંબર વનની રીમેકને લઇને ઉત્સુક
Next articleઝિમ્બાબ્વે ક્રિકેટ ટીમના કેપ્ટન હેમિલ્ટને નિવૃત્તિની જાહેરાત કરી