યુએસ ઓપનમાં સૌથી મોટો અપસેટ : ઓસાકા હારી ગઇ

504

ન્યુયોર્કમાં રમાઈ રહેલી વર્ષની અંતિમ ગ્રાન્ડસ્લેમ યુએસ ઓપન ટેનિસ ચેમ્પિયનશીપમાં મોટા અપસેટ સર્જાવવાનો સિલસિલો જારી રહ્યો છે. હવે મહિલાઓના સિગલ્સ વર્ગમાં સૌથી મોટો અપસેટ સર્જાઇ ગયો છે. કારણ કે વર્તમાન ચેમ્પિયન અને પ્રથમ ક્રમાકિત ખેલાડી જાપાનની નાઓમી ઓસાકા પણ હારી ગઇ છે. વર્તમાન યુએસ ઓપનમાં સૌથી મોટો અપસેટ સર્જાતા હવે ચાહકોમાં ભારે ચર્ચા જોવા મળી રહી છે. પુરુષોના વર્ગમાં પણ અપસેટનો સિલસિલો જારી રહ્યો છે. ૭૮માં ક્રમાંકિત ખેલાડી બલ્ગારિયાના ૨૮ વર્ષીય ગ્રીગોર ડિમિટ્રોવે ક્વાર્ટર ફાઇનલ મેચમાં ફેડરર ઉપર જીત મેળવીને સેમિફાઇનલમાં કૂચ કરી હતી. સેમિફાઇનલમાં તેની ટક્કર ડેનિયલ મેડવેદેવ સામે થશે. ફેડરરની સામે અગાઉ રમેલી સાત મેચોમાં તેની હાર થઇ હતી પરંતુ ભારતીય સમય મુજબ આજે રમાયેલી આઠમી મેચમાં ડિમિટ્રોવે જોરદાર રમત રમી હતી અને ત્રીજા ક્રમાંકિત ખેલાડી ફેડરર પર પ્રથમ સેટ ગુમાવ્યા બાદ ૩-૬, ૬-૪, ૩-૬, ૬-૪ અને ૬-૨થી જીત મેળવી હતી. પાંચ વખતના યુએસ ઓપન ચેમ્પિયન ફેડરરની પાસે આ મેચ જીતીને આ ટુર્નામેન્ટમાં સૌથી મોટી વયમાં સેમિફાઇનલમાં પ્રવેશ કરવાની તક હતી પરંતુ તે ચુકી ગયો હતો. આ અગાઉ ૧૯૯૧માં જિમી કોનર્સે ૩૯ વર્ષની વયમાં યુએસ ઓપનની સેમિફાઇનલમાં કુચ કરી હતી. જ્યારે પુરૂષોના વર્ગમાં બીજા ક્રમાકિત ખેલાડી સ્પેનના રાફેલ નડાલે ક્વાર્ટર ફાઇનલમાં કુચ કરી છે. ઓસાકાને પ્રી ક્વાર્ટર પાઇનલ મેચમાં સ્વીસ ખેલાડી બેલિન્ડા બેન્સિચે ૫-૭, ૪-૬થી હાર આપી હતી. આની સાથે જ તાજને જાળવી રાખવા માટેના સપના રોળાઇ ગયા હતા. હવે રેન્કિંગ પણ જારી કરવામાં આવશે ત્યારે તે પ્રથમ ક્રમાંક પણ ગુમાવી દેશે. હવે નવી રેન્કિંગ જારી કરાશે ત્યારે પ્રથમ સ્થાન પર ઓસ્ટ્રેલિયાની એસ્લે બાર્ટી આવી જશે.  યુએસ ઓપન ટેનિસ ચેમ્પિયશીપ ટેનિસમાં સૌથી જુની  સ્પર્ધા પૈકીની એક છે. વર્ષ ૧૮૮૧માં તેની શરૂઆત થયા બાદથી દર વર્ષે આ ચેમ્પિયનશીપ યોજાય છે. વિશ્વમાં ચાર ગ્રાન્ડ સ્લેમ દર વર્ષે રમાય છે જે પૈકી યુએસ ઓપન પણ એક છે. આ ચેમ્પિયનશીપ મુખ્યરીતે હાર્ડકોર્ટ પર રમાય છે. વર્ષ ૧૯૮૭ બાદથી યુએસ ઓપને સત્તાવાર રીતે ચોથી અને અંતિમ ગ્રાન્ડ સ્લેમ તરીકે જાહેર કરવામાં આવી હતી. અન્ય ત્રણ ગ્રાન્ડ સ્લેમમાં વિમ્બલ્ડન, ઓસ્ટ્રેલિયન ઓપન અનેફ્રેેન્ચ ઓપનનો સમાવેશ થાય છે. યુએસ ઓપન સામાન્ય રીતે દર વર્ષે ઓગષ્ટના અંતિમ સપ્તાહમાં યોજાય છે. કેટલીક વખત સપ્ટેમ્બરના પ્રથમ બે સપ્તાહમાં પણ આનુ આયોજન કરવામાં આવે છે. આનો ઇતિહાસ ખુબ રોચક છે. સૌથી વધુ ટાઇટલ જીતવાનો રેકોર્ડ રોજર ફેડરર, જીમી કોનર્સ, પેટ સામ્પ્રસના નામ ઉપર છે. આ ત્રણેય ખેલાડીઓએ પુરુષ વર્ગમાં સિંગલ્સ સ્પર્ધા પાંચ-પાંચ વખત જીતી છે. જ્યારે મહિલા વર્ગમાં સેરેના વિલિયમ્સ અને ક્રિસ એવર્ટ છ-છ વખત સિંગલ્સ સ્પર્ધાનો તાજ જીતી શકી છે. આ વખતે પ્રથમ વખત ગ્રાન્ડસ્લેમમાં ઓનકોર્ટ ક્લોક  પણ રહેશે.ઇલેક્ટ્રોનિક લાઇન કોલ રિવ્યુની શરૂઆત કરાઇ છે.બીજી બાજુ પુરૂષોના વર્ગમાં હવે રોજર ફેડરર અને રાફેલ નડાલ પાસે વધુ એક ગ્રાન્ડ સ્લેમ જીતી જવાની તક રહેલી છે. કારણ કે  જોકોવિક ખસી જતા તે હવે સ્પર્ધામાંથી બહાર થઇ ગયો છે. ૨૦ વખતના ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયન રોજર ફેડરર અને ૨૩ વખતની ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયન સેરેના વિલિયમ ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી ગઇ છે. તેમની આગેકુચ જારી રહી છે.ઓસાકા બહાર થઇ જવાના કારણે ટેનિસ પ્રેમીઓમાં નિરાશા ફેલાઇ છે. મહાન ખેલાડી  સેરેના વિલિયમ્સને વધુ એક ગ્રાન્ડ સ્લેમ જીતવા માટેની તક રહેલી છે. સિલિક પણ ચાર સેટોમાં હારી ગયો છે. છઠા ક્રમાકિત જર્મનીના જ્વેરેવની પણ હાર થઇ છે. આ વખતે જોકોવિક ખસી જતા અને ઓસાકા હારી જતા હવે પુરૂષો અને મહિલા બંને વર્ગમાં નવા ચેમ્પિયન બનનાર છે.

Previous articleઝિમ્બાબ્વે ક્રિકેટ ટીમના કેપ્ટન હેમિલ્ટને નિવૃત્તિની જાહેરાત કરી
Next articleવર્ષ ૨૦૧૮ બાદ ભારતની ૧૪ પૈકીની છ ટેસ્ટમાં જીત