લુણસાપુર ગામે આવેલ સીનટેક્ષ કંપનીની પેટા કોન્ટ્રાકટ કંપનીઓના હજારો મજુરોના કચરો ખાઈ ખાઈને મરી રહી ગૌ માતા ગામલોકો ગૌ પ્રેમીઓમાં ફીટકાર. લુણસાપુરની સિન્ટેક્ષ કોટન કંપનીના ડેવલોપીંગ ચણતર કામમાં રખાયેલ પ્રાઈવેટ એક નહી અનેક પેટા કંપનીઓના હજારો મજુરોને તાત્કાલીક સગવડ માટે જુપડપટ્ટી જેવી કોલોની બાંધી આપેલ હોય અને મજુરો આઉટ ઓફ સ્ટેટના પરપ્રાંતીય લોકો ઢગલા મોઢે પ્લાસ્ટીંકનો કચરાના દંગાઓ ખડકી દેતા લુણસાપુર કાગવગર કે આજુબાજુના ગામોની ગૌ માતાઓ આ કચરામાં અખાદ્ય સડી ગયેલ ખોરાક ખાવાથી પ્લાસ્ટીક કોથળીઓમાં હોય તે પ્લાસ્ટીક સાથે આ ગાય માતા પેટમાં ઉતારી જતા અનેક ગાયોના મોત થતા જાય છે. આ બાબતે આ મજુરોના અખાધ્ય ખોરાકના ઢગલા બંધ કરાવવા રજુઆત કરી છે અને કંપની સાથે કોેઈ વિરોધ નવો ન જાગે તે માટે તાત્કાલીક પગલા ભરવા ગામ આગેવાન દ્વારા કંપનીના લાગતા વળગતા અધિકારીઓને ગંભીરતાથી રજુઆત કરી છે.