અંબાજી નજીક ચીખલા ગામે એક કૂવામાં ત્રણ વ્યક્તિઓ પડી જવાની ઘટનાને લઇ ભારે ચકચાર મચી જવા પામી હતી. જોકે ચીખલા ગામે રહેતા ભરથરી સમાજના લોકોમાંથી એક વ્યક્તિ આત્મહત્યા કરવા કૂવામાં છલાંગ લગાવી હતી.
બનેવીને બચાવવા માટે તેના બે સાળા પણ કૂવામાં પડ્યા હતા. તેમને પણ પાણીમાં તરતા ન આવડતા ભારે હોબાળો મચ્યો હતો. ગ્રામજનો એકત્રિત થઇ ભારે જહેમતથી ત્રણે જણાઓને કૂવામાંથી જીવતા બહાર કાઢી જીવ બચાવ્યો હતો. જોકે આ સમગ્ર ઘટના પારિવારિક વિવાદના કારણે બની હોવાનું જાણવા મળ્યું હતુ. અને કુટુંબની બાબતને લઈ બનેવીએ કૂવામાં છલાંગ લગાવ્યા બાદ એના બે સાળાઓ પણ પડ્યા હતા. આ ત્રણેય જણાને ગ્રામજનોએ આબાદ રીતે બહાર કાઢ્યા હતા. એટલુ જ નહીં આ કુવાની પાસે પ્રાથમિક શાળા પણ આવેલી છે. ને બાળકો અભ્યાસ કરે છે જ્યા બાળકો રિસેશ તથા અને રમતો રમવા પણ આ કૂવાની આસપાસ આવતા હોય છે. આ શાળાના શિક્ષિકાએ પણ બાળકો માટે આ કૂવો જોખમકારક હોઈ કુવા ઉપર તાત્કાલિક લોખંડની જાળી નાખવા માંગ કરાઈ છે.