વેસ્ટમાંથી બેસ્ટઃ ૨૦૨૦ ખાલી બોલપેનોથી શ્રીજીની ૫ ફૂટ ઊંચી મૂર્તિ બનાવાઈ

421

સુરત શહેરમાં તાપી શુદ્ધિકરણની એક લહેર ઉમટી પડી છે. આ વર્ષે મોટાભાગની જગ્યાઓએ પીઓપી કરતા માટીની અથવા તો ઈકોફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે. ત્યારે સુરતનાં રામપુરા વિસ્તારમાં વપરાયેલી બોલપેનમાંથી બનેલા શ્રીજી આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.

એક સમયે સુરત શહેરમાં લોકો મસમોટી પ્રતિમાની સ્થાપના કરતા સુરતીલાલાઓ હવે ઈકો ફ્રેન્ડલી શ્રીજી તરફ વળ્યા છે. શહેરના કેટલા એવા વિસ્તારો છે કે જ્યાં ગયા વર્ષ કરતા આ વર્ષે તાપી શુદ્ધિકરણને ધ્યાનમાં લઈને માટીની નાની મૂર્તિઓ કે ઈકોફ્રેન્ડલી શ્રીજીની સ્થાપના કરવામાં આવી છે. સામાન્ય રીતે આપણી પાસે રહેલી બોલપેન ખાલી થઇ જતા આપણે તેને ફેંકી દેતા હોય છે. તમને જાણીને નવાઈ લાગશે કે આ જ બોલપેનનો ઉપયોગ કરી શ્રીજીની ૫.૬ ફૂટની પ્રતિમા તૈયાર કરાઈ છે. રામપુરા મેઈન રોડ પર આ અનોખા શ્રીજી બનાવવામાં આવ્યાં છે.

વેસ્ટ બોલપેનમાંથી વિધ્નહર્તાની પ્રતિમા તૈયાર કરવામાં આવી છે. ડિમ્પલ જરીવાલા નામની યુવતીએ આ વેસ્ટ બોલપેનમાંથી ગણપતિ બનાવવામાં આવ્યા છે.

૨૦૨૦ નંગ બોલપેનમાંથી ૪૦ કલાકની મહેનતે શ્રીજીની પ્રતિમા તૈયાર કરવામાં આવી છે. ડિમ્પલ જરીવાલાએ જણાવ્યું હતું કે, માત્ર રૂપિયા ૩૩૦નાં ખર્ચમાં ૫ બાય ૬ ફૂટ ઉંચાઈ ધરાવતી શ્રીજીની મનોહર પ્રતિમા તૈયાર થઈ ગઈ હતી.

આ વખતે અમે કંઈક અનોખું કરવા ઇચ્છતા હતા. તેમાંથી રામપુરા યુવક મંડળને મારો વિચાર ગમ્યો અને પ્રતિમા તૈયાર કરવામાં આવી હતી. જે હાલ સૌ કોઈનું આકર્ષણનું કેન્દ્ર બની રહી છે. આ પ્રતિમાથી પર્યાવરણને કોઈ નુકસાન નહી થાય.બોલ પેન ભેગી કરવામાં બે વર્ષનો સમય લાગ્યો હતો.

 

Previous articleધારાસભ્યના પુત્રની ગેસ એજન્સીમાં સિલિન્ડરમાંથી ગેસ ચોરીનું કૌભાંડ ઝડપાયું
Next articleપ્રાકૃતિક કૃષિ જ ભારતની પરંપરાગત કૃષિ : આચાર્ય દેવવ્રતજી