પંજાબનાં ગુરદાસપુર જિલ્લાનાં બટાલા સ્થિત એક ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ થવાનાં કારણે ૨૦ લોકોનાં મોત થયા છે. તો આ દુર્ઘટનામાં ૫૦ લોકો ઘાયલ થયા છે. ફટાકડા ફેક્ટરીની બે બિલ્ડિંગમાં ૧૦થી વધારે લોકો ફસાયા હોવાની આશંકા છે. બ્લાસ્ટનો અવાજ એટલો તીવ્ર હતો કે લોકો તે અવાજ સાંભળીને થરથરી ગયા હતા.ઘટનાસ્થળ પર સ્થાનિક વહીવટી તંત્ર સહિત પોલીસનાં જવાનોની મોટી સંખ્યા ઉપસ્થિત છે. ઘાયલોને સારવાર માટે હૉસ્પિલટલ લઇ જવામાં આવી રહ્યા છે. ઘટનાસ્થળે ફાયર બ્રિગેડની અનેક ગાડીઓ પહોંચી ચુકી છે. બચાવ કામગીરી તીવ્ર ગતિએ ચાલી રહી છે અને લોકોને મદદ પહોંચાડવાનો પ્રયત્ન ચાલી રહ્યો છે. મળતી માહિતી પ્રમાણે એ ભારે ધુમાડાનાં કારણે લોકોને બિલ્ડિંગની બહાર નીકાળવામાં મુશ્કેલી થઇ રહી છે.આસપાસનાં લોકો પણ આ ધમાકાથી પ્રભાવિત થયા છે. જે સમયે આ દુર્ઘટના થઇ તે સમયે બપોરનાં લગભગ ૪ વાગી રહ્યા હતા. બુધવારનાં થયેલી આ ઘટનામાં લાખો રૂપિયાનાં નુકસાનની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. એ પણ સ્પષ્ટ નથી કે ફેક્ટરી માન્ય હતી કે અમાન્ય. જો ફેક્ટરી માન્ય હતી તો તેમા કેટલી હદ સુધી સુરક્ષાનાં માપદંડોનું પાલન કરવામાં આવ્યું હતુ.
ધમાકાની ખબર સાંભળી ગુરદાસપુરથી બીજેપી સાંસદ સની દેઓલે દુઃખ પ્રકટ કર્યું છે. સની દેઓલે ટિ્વટ કરતા લખ્યું હતું કે બટાલાની ફટાકડાની ફેક્ટરીમાં ધમાકાની ખબર સાંભળી દુઃખ થયું. એનડીઆરએફની ટીમ અને સ્થાનિય પ્રશાસન રાહત અને બચાવ કાર્યમાં લાગી ગયા છે.
અકાલી દલના વરિષ્ઠ નેતા અને પંજાબના પૂર્વ કેબિનેટ મંત્રી બિક્રમ સિંહ મજેઠીયાએ બટાલા ફેક્ટરી મામલામાં દોષિતો સામે કાર્યવાહીની માંગણી કરતા સરકાર પર પ્રહાર કર્યા છે. મજેઠીયાએ કહ્યું હતું કે મારો પંજાબ સરકારને સવાલ છે કે વસ્તીવાળા ક્ષેત્રમાં આવી ફટાકડાની ફેક્ટરી કેવી રીતે ચાલતી હતી. શું ડ્ઢઝ્રને આવી ફેક્ટરીની જાણ ન હતી? આવું ગેરકાયદેસર કામ અફસરોની સાંઠગાંઠથી ચાલી રહ્યું હતું.