દ. ગુજરાતમાં મેઘમહેર : ઓલપાડ ૬ ઇંચ વરસાદ

417

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આજે પણ અતિભારે વરસાદ યથાવતરીતે રહ્યો હતો. દેશના વાણિજ્ય પાટનગર મુંબઈની સાથે ગુજરાતના જુદા જુદા ભાગોમાં પણ ભારે વરસાદ થયો છે. બીજી બાજુ ભારે વરસાદ વચ્ચે વિજળી પડવાના લીધે બે લોકોના મોત થયા છે. આજે મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદ થયો હતો. સૌરાષ્ટ્રના અમરેલીના વાવડીમાં ત્રણ ઇંચથી પણ વધુ વરસાદ ખાબકી ગયો હતો. સુરતના વિવિધ ભાગોમાં પણ ભારે વરસાદ થયો છે. ઓલપાડમાં ત્રણ ઇંચથી પણ વધુ વરસાદ થયો છે. જલાલપુર, માંડવીમાં ત્રણ ઇંચથી પણ વધુ વરસાદ થયો છે. સૌરાષ્ટ્રના ધારી પંથકમાં પણ ચાર ઇંચથી વધુ વરસાદ થયો છે. અન્યત્રણ ભારે વરસાદ થયો છે. સુરત, વડગામ, વિરમગામ, જલાલપુર, માંડવીમાં ભારે વરસાદ થયો છે. બીજી બાજુ ભારેથી અતિભારે વરસાદની ચેતવણી તંત્ર દ્વારા આગામી પાંચ દિવસ માટે અકબંધ રાખવામાં આવી છે. આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, પોરબંદર, જુનાગઢ, નર્મદા સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ માજા મુકી છે. સુરત જિલ્લાના ઓલપાડ તાલુકામાં છ ઇંચથી પણ વધુ વરસાદ ખાબકી ગયો છે. સુરત શહેરમાં પણ બે કલાકમાં ત્રણ ઇંચથી વધુ વરસાદ ખાબકી ગયો છે. ઓલપાડ હાફીસા રોડ પર પાણી ભરાઈ ગયા હતા. આ ઉપરાંત બનાસકાંઠાના પાલનપુર, બોટાદના ઢસા, વડગારમના અમીરગઢમાં વરસાદ થયો છે. કચ્છ પર હવાનું દબાણ સર્જાયું છે અને તે આસપાસ ૦.૯ કિ.મી. સુધી દરિયાની સપાટી પર ફેલાયુ છે. તે દરિયાથી આગળ વધી રહ્યું છે અને સિકર, ગુણા, જબલપુર, પેન્દ્રા રોડ, ઝારસુંગડા આસપાસ હળવા દબાણ પસાર થઈ રહ્યું છે. જેને પગલે પાંચ દિવસ સુધી ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. ત્યારે આજે રાજયના કચ્છ, સૌરાષ્ટ્ર ઉપરાંત ઉત્તર અને દક્ષિણ ગુજરાતના વિવિધ પંથકો અને વિસ્તારોમાં સારો એવો વરસાદ નોંધાયો હતો. સુરતના ઓલપાડમાં બે કલાકમાં ચાર ઇંચથી વધુ વરસાદ ખાબકતાં સર્વત્ર જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. તો, કચ્છના માંડવીમાં સાડા ત્રણ ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો. કચ્છના લખપત, માંડવી સહિતના તાલુકાઓમાં સારો એવો વરસાદ નોંધાયો હતો. મુંદ્રામાં પણ બે ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો. માંડવીના કોકલિયામાં પણ આજે વરસાદ વરસ્યો હતો. તો, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના પંથકોમાં પણ કચ્છ ઉપર સાયક્લોનિક સરકયુલેશન સક્રિય થતા આગામી પાંચ દિવસમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી વચ્ચે આજે કચ્છના લખપત તાલુકાના વર્માનગર, કપુરાસી વિસ્તારમાં સવારથી જ મેઘરાજાનું ધીમીધારે આગમન થયું હતું. જ્યારે માંડવી તાલુકાના કોકલિયા ગામે સવારના ત્રણ વાગ્યાથી વરસાદ ચાલુ થયો હતો અને ત્રણ ઇંચથી વધારે વરસાદ વરસતાં સર્વત્ર પાણી જ પાણીના દ્રશ્યો સર્જાય હતા.

કચ્છમાં છેલ્લા ચાર દિવસથી વરસાદ વરસી રહ્યો છે. કચ્છ ઉપરાંત સૌરાષ્ટ્રના રાજકોટ, ધોરાજી, ગોંડલ, જૂનાગઢ, માંગરોળ, માળિયાહાટીના, ભાવનગર, બોટાદ, જામનગર, સુરેન્દ્રનગર, અમરેલી, રાજુલા સહિતના પંથકોમાં બેથી ત્રણ ઇંચ સુધીનો વરસાદ નોંધાયો હતો. આ જ પ્રકારે દક્ષિણ ગુજરાતના પંથકો પણ આજે સુરત, નવસારી, ભરૂચ, વલસાડ સહિતના પંથકોમાં ધોધમાર વરસાદ નોંધાયો હતો. સુરતના ઓલપાડમાં તો, બે કલાકમાં જ ચાર ઇંચથી વધુ વરસાદ ખાબકતાં સમગ્ર પંથકમાં જાણે જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઇ હતી. મોટાભાગના કોઝ વે અને માર્ગો પાણીમાં ગરકાવ બન્યા હતા. તો, પંથકોની સ્થાનિક નદી-નાળા છલકાયા હતા અને વિવિધ ડેમોમાં નીરની સારી આવક થઇ હતી.

Previous articleરૂપાણીની અધ્યક્ષસ્થાને જિ.કલેકટરો અને ડીડીઓની સંયુક્ત પરીષદ યોજાઈ
Next articleઅમિત શાહે ગરદનની પાછળ સર્જરી કરાવી : તરત રજા મળી