સંગઠન શકિત ગૃપ દ્વારા ધુળેટી પર્વની અનોખી ઉજવણી

898
bvn432018-6.jpg

સમગ્ર દેશભરમાં પરંપરાગત ધુળેટીના તહેવારની ઉજવણી કરવામાં આવતીહ ોય છે ત્યારે પાલિતાણા શહેરમાં આવેલ ભિલવાસ વિસ્તારમાં દેવીપુજક સમાજના સંગઠન શકિત ગ્રુપ દ્વારા ધુળેટીના તહેવારને અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ભીલવાસના લોકો દ્વારા ભીલવાસ વિસ્તારની શેરીઓની સફાઈ કરવામાં આવી હતી. અને ધૂળેટીના દિવસે રંગોત્સવના બદલે સ્વચ્છતા અભિયાન કરી ઉજવણી કરી હતી. પાલિતાણા શહેરને સ્વચ્છતા અંગે જાગૃતિ માટે એક નવી પહેલ ઉભી કરી હતી. 

Previous articleસિહોરમાં પોલીસ-પ્રજાએ સાથે મળી રંગોત્સવની ઉજવણી કરી
Next articleશિવકુંજ આશ્રમ અધેવાડા ખાતે યુવા શિબીરનો પ્રારંભ