ખેલ મહાકુંભમાં તાલુકા કક્ષાએ સરકારી માધ્યમિક અને ઉ.મા.શાળા- કડિયાળીનો ડંકો

397

વિદ્યાર્થીઓમાં ખેલદિલિ અને રાષ્ટ્રભાવના વિકસે તે હેતુથી ખેલમહાકુંભનું દર વર્ષે આયોજન કરવામાં આવે છે. હાલ પણ જાફરાબાદ તાલુકા કક્ષાનો ખેલ મહાકુંભ નાગેશ્રી ખાતે ચાલી રહ્યો છે. જેમાં ગત તા. ૪-૯-૧૯ના રોજ સરકારી માધ્યમિક અને ઉ.મા. શાળા કડિયાળીનો દબદબો જોવા મળ્યુ હતો.

ઉલ્લેખનીય છે કે તાલુકા કક્ષાએ  સરકારીમાં ઉ.મા.શાળા કડિયાળીની અંડર-૧૪ ભાઈઓ, અંડર-૧૭ ભાઈઓ અને અંડર ૧૭ બહેનો વિગેરે ટીમો પ્રથમ નંબરે વિજેતા થઈ હતી. તમામ ખેલૈયાઓમાં હર્ષની લાગણી વ્યાપી ગઈ હતી. આ તમામ ખેલૈયાઓ તૈયાર કરવામાં જેમનો અમુલ્ય ફાળો છે. તેવા ડો.બી.બી.વેકરીયા પણ ખુબ ખુશ જોવા મળ્યા હતાં. તમામ ખેલૈયાઓને અને ડો. વકેરીયાને આચાર્ય અને સ્ટાફ મિત્રો દ્વારા અભિનંદન અને જીલ્લાકક્ષાએ શ્રેષ્ઠ પ્રદર્શન કરે એવા આર્શીવાદ આપવામાં આવ્યા હતાં.  ડો.બી.બી. વેકરીયા ઉપરાંત આ શાળાના ભુતપુર્વ વિદ્યાર્થીઓએ પણ ભારે જહેમત ઉઠાવી હતી.

Previous articleગુજરાત અને અમેરિકાના ડૅલાવેયર રાજ્ય વચ્ચે સિસ્ટર-સ્ટેટ MOU થયા
Next articleરાજુલા તાલુકા પંચાયત કારોબારી ચેરમેન તરીકે ભાજપના પ્રતાપભાઈ મકવાણાની નિયુક્તિ કરાઈ