શિવકુંજ આશ્રમ અધેવાડા ખાતે સતત ૨૪માં વર્ષે પણ ત્રિદિવસીય આધ્યાત્મિક યુવા શિબિરનું આયોજન પૂ.સીતારામ બાપુ દ્વારા ધુળેટીના દિવસે કરવામાં આવ્યું હતું. સંસ્કાર સંસ્કૃત અને સંસ્કૃતિના માધ્યમને સાથે રાખીને યુવા વર્ગને આધ્યાત્મિક જ્ઞાન મળી રહે અને જિંદગીમાં આગળ વધવા માટે પ્રેરણા મળી રહે તે માટે સીતારામ બાપુ દ્વારા આઘ્યાત્મિ શિબિરનું આયોજન કરાતું હોય છે. આ સમગ્ર કાર્યક્રમ દરમ્યાન વિવિધ અનુભવી વક્તાઓ દ્વારા યુવાનોને માર્ગદર્શન આપતા વક્તવ્યો અપાયા હતા. અહીં દીપ પ્રાકટ્ય માં પૂ.સીતારામ બાપુ, સંત જ્યોતિર્મય માં સનાતન આશ્રમ બાઢડા, ડો.ગૌતમભાઈ પટેલ-અધ્યક્ષ સંસ્કૃત સેવા સમિતિ અમદાવાદ, ડો.જે.પી.મૅયાણી-નરસિંહ મહેતા યુનિ.જૂનાગઢ, અનુરાધા મૈયાણી, ડો.કે.આર.ઝાંઝરૂકિયા-પૂર્વ સચિવ, મા. શી.બોર્ડ.ગાંધીનગર, ડો.વસંતભાઈ.પરીખ-પૂર્વ ઉપાધ્યક્ષ સંસ્કૃત અકાદમી, દિલીપસિંહજી ગોહિલ, ડો.બલભદ્રસિંહ ચુડાસમા, ડો.કાલીન્દી પરીખ- વિદુષી કવીયત્રી, સહિતના આમંત્રિત મહેમાનોના વરદ હસ્તે દિપ પ્રાકટ્ય કરીને આ શિબિરનો વિધિવત આરંભ કરાયો હતો. દિપ પ્રાકટ્ય બાદ હનુમાન ચાલીસા અને સુંદરકાંડ ના પઠનથી શિબિરની શરૂઆત કરાઈ હતી.
શિબિરમાં મોટી સંખ્યામાં યુવાનો અને બાળકો જોડાયા હતા. શિબિરના અંતિમ દિવસે યુવાઓના રોડ મોડેલ સ્પીકર અને કોલમિસ્ટ લેખક એવા જય વસાવડા ખાસ ઉપસ્થિત રહીને યુવાનોને વક્તવ્ય આપશે. સમગ્ર કાર્યક્રમનું સંયોજન ધારાશાસ્ત્રી શરદભાઈ ભટ્ટ દ્વારા કરાયું હતું અને આશ્રમના સેવક પરિવાર દ્વારા કાર્યક્રમને સફળ બનાવા ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.