ગણેશ મહોત્સ્વની સમગ્ર ધંધુકા પંથકમાં ધામધુમથી ઉઝવણી કરવામાં આવી રહી છે. ધંધુકા શહેરના ટાવરચોકમાં સિધ્ધિ વિનાયક મંદિર ખાતે મુખ્ય મહોત્સવ યોજાઈ રહ્યો છે. માળીવાડા, લીમડી ફળી, પોલીસ મથકમાં પણ ગણેશ પ્રતિમાઓને સ્થાપિત કરી ધામધુમથી ગણેશ પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે.