બાબરા નાગરિક સહકારી બેંક ના જનરલ બોર્ડ ની આગામી તા ૧૫ ના રોજ યોજાનાર ચુંટણી સંદર્ભે બે ઉમેદવારી પત્રો ગત તા ૨૬ ના ચકાસણી બાદ રદ થતા ચુંટણી લડવા ઈચ્છુક ઉમેદવારો એ ચુંટણી પ્રક્રિયા ના પેટા નિયમો થી નારાજ થઈ અને બોર્ડ ઓફ નોમીનીઝ કોર્ટ માં દાવો દાખલ કરવા માં આવતા સ્થાનિક સહકારી સંસ્થામાં ચુંટણી માહોલ માં ગરમાવો આવ્યો છે
વિગત મુજબ જનરલ બોર્ડ ના અગિયાર સભ્યો સહિત નવા ચાર ઉમેદવારો એ આગામી ચુંટણી માં જુકાવ્યુ છે અને એક શ્રીમાંત ખેડૂત બિનહરીફ જાહેર થયા છે બાદ નવી બોડી ની રચના પછી બે પ્રોફેશનલ ડીરેક્ટર ની નિમણુક પણ આપવા નવા નિયમો ના આધીન કામગીરી થનાર છે ત્યારે ઉમેદવારો ના ફોર્મ ચકાસણી ના દિવસે વિનુભાઈ લક્ષ્મણભાઈ કરકર તેમજ રહીમભાઈ ઇસુફભાઈ અજમેરી નામક બે ઉમેદવારો ના ફોર્મ બેંક વ્યવસ્થા સમિતિ ચુંટણી પેટા કાયદા પૈકી કલમ અંતર્ગત રદ થવા પામેલા જે બાબતે નારાજ થયેલા ઉમેદવારો દ્વારા તા.૩ ના બોર્ડઓફનોમીનીઝ કોર્ટ ભાવનગર વિભાગ ના કેમ્પ વડોદરા ખાતે પોતાના હક્કો અને વિજ્ઞાપન માટે તાકીદ ની દાદ મેળવવા અને પોતે બિન વિવાદી ઉમેદવાર સભાસદ હોવાનું ઠરાવવા કોર્ટ સમક્ષ દાવો રજુ કરી દાદ માંગતા કોર્ટ દ્વારા કામચલાઉ મનાઈ હુકમ કેમ ન ફરમાવવો તે અંગે શો કોઝ નોટીસ અને વિજ્ઞાપન તેમજ કાયમી મનાઈ હુકમ કેમ ન ફરમાવવો તે અંગે બાબરા નાગરિક સહકારી બેંક ના મેનેજર,પ્રમુખ,સહિત ચુંટણી અધિકારી ને સમન્સ જારી કરવા સાથે આગામી તા ૭ ના સંયુક્ત રજીસ્ટાર અને સભ્યશ્રી,બોર્ડઓફ નોમીનીઝ અમદાવાદ ખાતે સવારે ૧૧.૩૦ કલાકે હાજર થવા કાયદાકીય ફરમાન જાહેર કરવા માં આવ્યા છે સાથોસાથ ઉક્ત લોકો હાજર રહેવામા કસુર કરશે તો ગેરહાજરીમાં હુકમ અને દાવા ની સુનાવણી હાથધરવા માં આવનાર હોવાનું સ્પષ્ટ જણાવવા માં આવ્યું છે
બાબરા નાગરિક બેંક નાચુંટણી ફોર્મ વ્ય.સમિતિની ચુંટણી ના પેટા કાયદા થી વખતો વખત ઉમેદવારોમાં રોષ જોવા મળે છે ચુંટણી સમયે પ્રથમ વખત રદ ઉમેદવારે પોતાના હક્ક માટે કોર્ટનું શરણ લેતા હાલ ફોર્મ રદ થવા નો કિસ્સો અને કોર્ટપ્રક્રિયા નો ૨૩૭૦ મતદાતા માં ચર્ચા નો વિષય બન્યો છે ઉમેદવારી ફોર્મ રદ થવા થી કાયદાકીય રાહે ગયેલા બંને ન્યાય પ્રણાલી માં વિશ્વાસ હોવાની સાથે ૭ મી તારીખે યોગ્ય થવા આશાવાદી બન્યા છે બાબરા નાગરિક બેંક છેલ્લા કેટલાક વર્ષો થી સામાન્ય કદ ની લોન ધિરાણ આપવા નું બંધ અને નવા સભાસદો સ્વીકારવા નું બંધ કરી દેવામાં આવ્યું છે માત્ર ગોલ્ડ ધિરાણ અને મિલકત મોર્ગેજ ધિરાણ આપવામાં આવતું હોવાથી એકંદરે સભાસદ મતદારો માં ચાલુ બોર્ડ કમિટી સામે નારાજગી હોવાનું પણ ચર્ચા માં છે ત્યારે એક તરફ રદ થયેલા બે ઉમેદવારો માટે ૭ મી તારીખે કોર્ટ નિર્ણય અને ચાર ચુંટણી લડતા નવા ઉમેદવારો મતદારો ને રિજવી શકશે કે કેમ આવનારો સમય બતાવશે તેવું વ્યાપક ચર્ચા માં આવ્યું છે