તળાજા તાલુકાના મહાદેવપરા ગામે રહેતા અને થોડા સમય પૂર્વે ઈન્ડિયન આર્મીમાં પસંદગી પામેલ ઘનશ્યામભાઈ ભગવાનભાઈ મકવાણા સિલેક્શન પ્રક્રિયા બાદ ટ્રેનીંગ અર્થે ગયેલ. જ્યાં તાલીમ પૂર્ણ કરી વિધિવત ફરજમાં જોડાય તે પૂર્વે તેઓ પોતાના માદરે વતન આવતા ગ્રામજનો દ્વારા ભાવી સૈનિકનું ભારે ઉષ્માભેર સ્વાગત કર્યુ હતું. જેમાં ગામના સરપંચ તથા અન્ય અગ્રણીઓ દ્વારા વાજતે-ગાજતે યુવાન જનતાને અશ્વ પર બેસાડી ગામમાં પરિભ્રમણ કરાવી યુવાનનું મો મીઠુ કરાવી ફુલહારથી સન્માનિત કરી શુભેચ્છા પાઠવી હતી. આ તકે ભાવી જવાને ગામના નવયુવાનોને સંબોધી જણાવ્યું હતું કે, દેશ માટે યુવાનો આગળ આવે અને માં ભોમની રક્ષા કાજે વધુને વધુ યુવાનો જોડાય તે જરૂરી છે.