ભારત સરકાર દ્વારા રરમી જાન્યુઆરી ર૦૧પના રોજ સ્ત્રીબાળાને મજબુત અને રક્ષણ આપવાની યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે. જેના ભાગરૂપે આજ-રોજ તા. ૪-૯-૧૯ના રોજ જાફરાબાદ શહેરમાં જિલ્લા આરોગ્ય કચેરી આઈ.સી.ડી.એસ. વિભાગ અમરેલી દ્વારા આયોજીત બેટી બચાવો, બેટી પઢાવો, આધારિત દિકરી જન્મ આનંદો નાટકય રીતે ભજવી સ્ત્રીઓને અને બાળકો તેમજ પુરૂષોને સ્લોગ્નો સાથે મસજાવી સમાજને ઉત્તમ સંદેશો આપવાનો પ્રયત્ન કરવામાં આવેલ. જેમાં બાળકોને પોષ્ટીક આહાર મળી રહે તે સંદેશને પણ ભાપુર્વક જાગૃતિ લાવવાના ઉદ્દેશ્યથી નાષ્કીય રીતે ભજવેલ જેમાં પોષણ અભિયાન અંતર્ગત સગર્ભા, ધાત્રી, કિશોરી અને બાળકોને સુપોષિત અને તંદુરસ્ત રાખવા માટેની પહેલ એટલે પોષણ અભિયાન તેમની વિસ્તૃત માહિતી આંગણવાડીના વર્કરો સયુકતાબેને આપેલ જેમાં ખારવા સમાજના પટેલ નરેશભાઈ બારૈયા, ગ્રાહકસુરક્ષાના પ્રમુખ બાલકૃષ્ણ સોલંકી, સીડીપીઓ મંજુબેન, મંગળાબેન, જાનુબેન, તેમજ મોટી સંખ્યામાં પુરૂષો, સ્ત્રીઓ અને આંગણવાડીના બહેનો તેમજ પત્રકાર કાળુભાઈ કોનજીયા હાજર રહેલ.