ભાવનગરમાં વિવિધ મંડળો દ્વારા ગણેશોત્સવની ભવ્ય ઉજવણી

537

ગણેશચતુર્થીથી ભાવનગર શહેર અને જિલ્લાભરમાં ઠેક-ઠેકાણે ગેણશોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે. જેમાં શહેરમાં વિવિધ વિસ્તારોમાં આસ્થાભેર ગેણશજીના ઉત્સવની ઉજવણી થઈ રહી છે. જેમાં વહેલી સવારે આરતી બપોરે બાપાને થાળ, સાંજે આરતી તથા રાત્રીના વિવિધ પ્રોગ્રામો યોજાઈ રહ્યા છે. ભાદેવાની શેરી યુવા ગ્રુપ મિત્ર મંડળ, મહાકાળી માતાજી  મિત્ર મંડળ, સાંઈ સેવા સમાજ ટ્રસ્ટ- મેઘાણી સર્કલ દ્વારા ગણેશોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. જેનું વિસર્જન ૧ર-૯ રોજ  કરવામાં આવશે. જયારે શિવ સોશ્યલ ગ્રુપ- સિતારમનગર દ્વારા ગણેશ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.  અને ગોકુલ ધામ કા રાજા – હાદાનગર દ્વારા  ગણેશ મહોત્સવ યોજાયો છે. જ ેનું વિસર્થન તા. ૯-૯ના રોજ કરવામાં આવશે.  કુંભારવાડાના મજુર મિત્ર મંડળ દ્વારા પણ દુંદાળા દેવના મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેનું વિસર્જન આજ રોજ ભવ્ય રીતે કરવામાં આવશે.

Previous articleચિટીંગના ગુન્હામાં નાસ્તા-ફરતા આરોપીને ઝડપી લેતી એલસીબી
Next article‘લોકસંસાર’ના સહયોગથી  કેજીએન એન્ટરપ્રાઈઝ, અરૂણ ટ્રસ્ટ દ્વારા ઘોઘા ખાતે ચશ્મા શિબિર યોજાઈ