મોટી સિદ્ધિ : રશીદ ખાન સૌથી યુવાન કેપ્ટન બન્યો

480

અફઘાનિસ્તાનના સ્ટાર સ્પીનર રાશીદ ખાન ટેસ્ટ ક્રિકેટમાં સૌથી નાની વયમાં કેપ્ટન બનવાની સિદ્ધિ હાંસલ કરવામાં સફળ રહ્યો છે. ટેસ્ટ મેચમાં ટોસ ઉપર જતી વેળા આ નવોે ઇતિહાસ સર્જાઈ ગયો હતો. રશીદ ખાનની વય ૨૦ વર્ષ અને ૩૫૦ દિવસની છે. આ પહેલા આ રેકોર્ડ ઝિમ્બાબ્વેના પૂર્વ કેપ્ટન તૈબુના નામ ઉપર રહ્યો છે. તૈબુએ વર્ષ ૨૦૦૪માં હરારે ટેસ્ટ મેચમાં શ્રીલંકાની સામે કેપ્ટનશીપ કરી હતી. તે વખતે તેની વય ૨૦ વર્ષ અને ૩૫૮ દિવસની હતી. તૈબુથી પહેલા આ રેકોર્ડ ભારતના મન્સુર અલી ખાન પટૌડીના નામ પર હતો. પટૌડીએ ૨૧ વર્ષ અને ૭૭ દિવસની વયમાં કેપ્ટનશીપ તરીકેની જવાબદારી લીધી હતી. ૧૯૬૨માં બ્રિજટાઉન ખાતે વેસ્ટઇન્ડિઝની સામે ભારતનું નેતૃત્વ પટૌડીએ કર્યું હતું. રશીદ ખાન પ્રથમ સ્થાન પર પહોંચતા પહેલા રેકોર્ડના આંકડા જુદા હતા. હવે આદીમાં પટૌડી ત્રીજા સ્થાને પહોંચી ગયો છે. અફઘાનિસ્તાનની ટીમ હાલમાં બાંગ્લાદેશના પ્રવાસ ઉપર છે. વર્લ્ડકપ બાદ રશીદ ખાનને હવે વનડે, ટ્‌વેન્ટી અને ટેસ્ટ ક્રિકેટમાં બાંગ્લાદેશની કેપ્ટનશીપ તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. વર્ષ ૨૦૧૭માં બાંગ્લાદેશને એક ટેસ્ટ ટીમ હોવાનો દરજ્જો મળ્યો હતો. આ ટીમે પોતાના પ્રથમ ટેસ્ટની શરૂઆત જૂન ૨૦૧૮માં ભારતની સામે કરી હતી. જો કે, ટેસ્ટ ક્રિકેટમાં તેની શરૂઆત સારી રહી ન હતી. આ ટીમે પ્રથમ બે દિવસમાં જ ટેસ્ટ મેચ ગુમાવી દીધી હતી. અફઘાનિસ્તાન ત્રીજી ટેસ્ટ મેચમાં મેદાનમાં ઉતર્યું છે. પ્રથમ ટેસ્ટ મેચ માર્ચ ૨૦૦૯માં આયર્લેન્ડ સામે રમી હતી. આ ટેસ્ટમાં અફઘાનિસ્તાને આયર્લેન્ડ ઉપર પોતાની પ્રથમ જીત હાંસલ કરી હતી ત્યારબાદથી અફઘાનની નોંધ લેવાઈ છે.

Previous articleરોહિત શર્માએ ગેંડાને બચાવવા શરૂ કર્યું અભિયાન, સોશિયલ મીડિયા પર થઈ પ્રશંસા
Next articleયુએસ ઓપનમાં સેરેના હવે વિક્રમી જીતથી બે પગલા દુર