યુએસ ઓપનમાં સેરેના હવે વિક્રમી જીતથી બે પગલા દુર

443

વર્ષની અંતિમ ગ્રાન્ડસ્લેમ યુએસ ઓપન ટેનિસ ચેમ્પિયનશીપમાં મોટા ઉલટફેરનો દોર જારી રહ્યો છે. સેરેના વિલિયમ્સ હવે નવો ઇતિહાસ રચવાની નજીક પહોંચી ગઈ છે. સેરેના વિલિયમ્સ પોતાની હરીફ ખેલાડી ઉપર જીત મેળવીને સેમિફાઇનલમાં પ્રવેશ કરી ગઈ છે. સેરેનાએ કિયાન વાંગ ઉપર ૬-૧, ૬-૪થી જીત મેળવી હતી. ૨૩ વખતની ગ્રાન્ડસ્લેમ વિજેતા સેરેના યુએસ ઓપનમાં ૧૦૦મી મેચ જીતી નવા રેકોર્ડ તરફ છે. તે હવે ઓસ્ટ્રેલિયાની માર્ગારેટ કોર્ટના ૨૪ ગ્રાન્ડ સ્લેમ જીતવાના રેકોર્ડની બરોબરી કરવાથી માત્ર બે પગલા દૂર છે. સેરેનાની સેમિફાઇનલમાં યુક્રેનની સ્વિટોલીના સામે હવે ટક્કર થનાર છે. એક અન્ય ક્વાર્ટર ફાઇનલ મેચમાં બ્રિટનની જોહાના કોન્ટાને સ્વિટોલીનાએ ૬-૪, ૬-૪થી જીત મેળવીને સેમિફાઇનલમાં આગેકૂચ કરી હતી. સેરેના વિલિયમ્સ હવે હોટફેવરિટ તરીકે દેખાઈ રહી છે. કારણ કે, ટોપ ખેલાડીઓ પહેલાથી જ બહાર થઇ ચુકી છે. બીજી બાજુ આર્થરએસ સ્ટેડિયમ ખાતે પુરુષોના વર્ગમાં રમાયેલી ક્વાર્ટર ફાઇનલ મેચમાં ડિમિટ્રોવે રોજર ફેડરર ઉપર જીત મેળવી લીધા બાદ તે પણ હવે કિલર તરીકે સાબિત થઇ રહ્યો છે. રાફેલ નડાલ સામે પડાકાર ફેંકવા માટે તે ખુબ જ ઉત્સુક બનેલો છે. ડિમિટ્રોવની હવે સેમિફાઇનલમાં રશિયાના ડેનિયલ મેડવેદેવ સામે ટક્કર થશે. મેડવેદેવે સ્વિત્ઝર્લેન્ડના વાવરિન્કા સામે જીત મેળવી હતી. ૨૩ વર્ષીય મેડવેદેવ યુએસ ઓપનની સેમિફાઇલમાં એન્ટ્રી કરનાર સૌથી યુવા ખેલાડી બની ગયો છે. યુએસ ઓપન ટેનિસ ચેમ્પિયશીપ ટેનિસમાં સૌથી જુની  સ્પર્ધા પૈકીની એક છે. વર્ષ ૧૮૮૧માં તેની શરૂઆત થયા બાદથી દર વર્ષે આ ચેમ્પિયનશીપ યોજાય છે. વિશ્વમાં ચાર ગ્રાન્ડ સ્લેમ દર વર્ષે રમાય છે જે પૈકી યુએસ ઓપન પણ એક છે. આ ચેમ્પિયનશીપ મુખ્યરીતે હાર્ડકોર્ટ પર રમાય છે. વર્ષ ૧૯૮૭ બાદથી યુએસ ઓપને સત્તાવાર રીતે ચોથી અને અંતિમ ગ્રાન્ડ સ્લેમ તરીકે જાહેર કરવામાં આવી હતી. અન્ય ત્રણ ગ્રાન્ડ સ્લેમમાં વિમ્બલ્ડન, ઓસ્ટ્રેલિયન ઓપન અનેફ્રેેન્ચ ઓપનનો સમાવેશ થાય છે. યુએસ ઓપન સામાન્ય રીતે દર વર્ષે ઓગષ્ટના અંતિમ સપ્તાહમાં યોજાય છે. કેટલીક વખત સપ્ટેમ્બરના પ્રથમ બે સપ્તાહમાં પણ આનુ આયોજન કરવામાં આવે છે. આનો ઇતિહાસ ખુબ રોચક છે. સૌથી વધુ ટાઇટલ જીતવાનો રેકોર્ડ રોજર ફેડરર, જીમી કોનર્સ, પેટ સામ્પ્રસના નામ ઉપર છે. આ ત્રણેય ખેલાડીઓએ પુરુષ વર્ગમાં સિંગલ્સ સ્પર્ધા પાંચ-પાંચ વખત જીતી છે. જ્યારે મહિલા વર્ગમાં સેરેના વિલિયમ્સ અને ક્રિસ એવર્ટ છ-છ વખત સિંગલ્સ સ્પર્ધાનો તાજ જીતી શકી છે. આ વખતે પ્રથમ વખત ગ્રાન્ડસ્લેમમાં ઓનકોર્ટ ક્લોક  પણ રહેશે.ઇલેક્ટ્રોનિક લાઇન કોલ રિવ્યુની શરૂઆત કરાઇ છે.બીજી બાજુ પુરૂષોના વર્ગમાં હવે રોજર ફેડરર અને રાફેલ નડાલ પાસે વધુ એક ગ્રાન્ડ સ્લેમ જીતી જવાની તક રહેલી છે. કારણ કે  જોકોવિક ખસી જતા તે હવે સ્પર્ધામાંથી બહાર થઇ ગયો છે.  મહાન ખેલાડી  સેરેના વિલિયમ્સને વધુ એક ગ્રાન્ડ સ્લેમ જીતવા માટેની તક રહેલી છે. સિલિક પણ ચાર સેટોમાં હારી ગયો છે. છઠા ક્રમાકિત જર્મનીના જ્વેરેવની પણ હાર થઇ છે. આ વખતે જોકોવિક ખસી જતા અને ઓસાકા હારી જતા હવે પુરૂષો અને મહિલા બંને વર્ગમાં નવા ચેમ્પિયન બનનાર છે.

 

Previous articleમોટી સિદ્ધિ : રશીદ ખાન સૌથી યુવાન કેપ્ટન બન્યો
Next articleફાઈનાન્સિયલ કાઉન્ટરોમાં વેચવાલી વચ્ચે બજારો ફ્લેટ