પરમાણુ પ્રતિબંધો સ્વિકાર્ય નથી, યુરેનિયમનું સંવર્ધન ઝડપથી વધારીશું : હસન રુહાની

318

ઇરાનના રાષ્ટ્રપતિ હસન રુહાનીએ જાહેરાત કરી છે કે ઇરાન ૨૦૧૫ના પરમાણુ કરાર હેઠળ લગાવવામાં આવેલા પ્રતિબંધને નહીં માને. યુરેનિયમના ઝડપથી સંવર્ધન માટે સેન્ટ્રીફ્યુઝનો ઉપયોગ કરવામાં આવશે. આ નિર્ણય શુક્રવારથી અમલમાં આવશે.રુહાનીએ જણાવ્યું હતું કે, ઇરાનની જે પણ ટેક્નિકલ જરૂરિયાતો છે તેના પર શોધ શરૂ કરવામાં આવશે. આની દેખરેખ સંયુક્ત રાષ્ટ્રની પરમાણુ દેખરેખ સંસ્થા આંતરરાષ્ટ્રિય એટોમિક એનર્જી એજન્સી કરશે. તેમણે યુરોપના દેશોને આ કરાર(૨૦૧૫ની પરમાણુ ડીલ)ને બચાવવા માટે ૬૦ દિવસની નવી સમયમર્યાદા આપી છે. ઇરાને કરાર હેઠળ પોતાની પ્રતિબદ્ધતાઓને ઘટાડવાની વાત કરી છે, જ્યાં સુધી યુરોપીય દેશ તેહરાનને અમેરિકી પ્રતિબંધોથી રાહત આપવાનું વચન પૂર્ણ નથી કરતા.

આ વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે જણાવ્યું હતું કે, આ મહિને યોજાનારી સંયુક્ત રાષ્ટ્રની મહાસભાની બેઠક દરમિયાન ઇરાનના રાષ્ટ્રપતિ હસન રુહાની સાથે મુલાકાત થઇ શકે છે. હું સંભવાનાઓથી ઇનકાર નથી કરતો. અમેરિકા અગાઉ ઈરાન પરમાણુ સંધિમાંથી ખસી ગયું હતું અને ઈરાન પર આકરા પ્રતિબંધો લાગુ કર્યા હતા. વળતા જવાબમાં ઈરાને પણ યુએસ સાથે કોઈપણ દ્વીપક્ષીય વાટાઘાટ નહીં કરવા મક્કમ હોવાનું જણાવ્યું હતું.૨૦૧૫માં ઇરાને અમેરિકા, ચીન, રશિયા, જર્મની, ફ્રાન્સ અને બ્રિટનની સાથે એક કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. આ કરાર હેઠળ ઇરાને તેના પર લગાવવામાં આવેલા આર્થિક પ્રતિબંધોને હટાવવાને બદલે પરમાણુ કાર્યક્રમને સીમિત રાખવાની જાહેરાત કરી હતી.

Previous articleઈન્ડિગો એરલાઈનએ મુસાફરોને બળજબરી ફ્લાઈટમાં બેસાડી રાખ્યા, તપાસના આદેશ
Next articleસુપ્રિમ કોર્ટે મહેબૂબા મુફ્તીની પુત્રીને તેની માતા સાથે મળવાની મંજૂરી આપી