ત્રણ માળનું જૂનું મકાન પત્તાના મહેલની જેમ ધરાશાયી, બેનાં મોત

430

અમદાવાદના અમરાઇવાડી વિસ્તારમાં ગુરૂવારે બપોરે એકાએક ત્રણ માળનું એક મકાન ધરાશાયી થતાં જ અફરાતફી મચી જવા પામી હતી. આ દુર્ઘટનામાં ૭ જેટલા લોકો દટાયા હતા. જો કે, આ ઘટનાને પગલે ફાયર સહિતની ટીમો સ્થળ પર આવી પહોંચી છે અને બાચવ કામગીરી હાથ ધરવામાં આવી છે. મકાનના કાટમાળમાં દટાયેલા ૪ લોકોને ફાયર ટીમ દ્વારા બચાવી લેવામાં આવ્યા હતા. સમાચાર લખાઈ રહ્યા છે ત્યારે ૨ વ્યક્તિનાં મોત થયું હોવાનું જાણવવામાં આવી રહ્યું છે.પ્રાપ્ત માહિતી અનુસાર, શહેરના અમરાઇવાડી વિસ્તારમાં બંગલાવાળી ગલીમાં આવેલું એક જર્જરીત મકાન એકાએક ધસી પડ્યું હતું. આ ઘટનાને પગલે આસપાસના મકાનો પણ ખાલી કરાવી દેવામાં આવ્યા છે. જ્યાં આ મકાન આવેલું છે એ ગલી સાંકડી હોવાથી બચાવ કામગીરીમાં પણ ભારે મુશ્કેલી પડી રહી છે. તો સાથે સાથે સ્થાનિક લોકો પણ બચાવ કામગીરીમાં જોડાઇ ગયા છે.

જો કે, આ કાટમાળમાં ૭ લોકો દટાયા હતા જેમાંથી ફાયર ટીમ દ્વારા ૪ લોકોને બચાવીને સારવાર માટે એલજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ત્યારે આ ઘટનામાં બે વ્યક્તિઓના મોત થયા છે અને તેમના મૃતદેહોને પીએમ અર્થે ખસેડવામાં આવ્યા છે. તો આ મકાનના કાટમાળમાં હજી પણ ૧ વ્યક્તિ દટાયા હોવાનું સામે આવી રહ્યું છે. જેને લઇને ફાયર ટીમ દ્વારા યુદ્ધના ધોરણે બચાવ કામગીરી ચલાવવામાં આવી રહી છે.

અમરાઇવાડી વિસ્તારમાં એકાએક મકાન ધરાશાયી થવાની આ ઘટનાને પગલે આસપાસના લોકો દોડી આવતા બચાવ કામગીરીમાં ભારે મુશ્કલી પડી રહી હતી. જો કે, ઘટનાની જાણ થયા બાદ ઘટના સ્થળે પહોંચા પોલીસ કાફલાએ ભીડ પર કાબૂ મેળવ્યો હતો.

Previous articleસુપ્રિમ કોર્ટે મહેબૂબા મુફ્તીની પુત્રીને તેની માતા સાથે મળવાની મંજૂરી આપી
Next articleબ્રેટ લીએ ગુજરાત સરકારે શરૂ કરેલા કોકલિયર ઇમ્પ્લાન્ટ પ્રોગ્રામની પ્રશંસા કરી