કથાકાર મોરારીબાપુએ નીલકંઠ પર આપેલા નિવેદન પર વિવાદ થયો છે. મોરારીબાપુએ એક કથા દરમિયાન આડકતરી રીતે સ્વામિનારાયણ સંપ્રદાય પર કટાક્ષ કરતા નીલકંઠ અને નીલકંઠવર્ણી અંગે નિવેદન કર્યું હતું. જેમાં મોરારીબાપુએ કહ્યું હતું કે, જ્યાં નીલકંઠ અભિષેકની વાત આવે ત્યારે સમજી લેજો, કાન ખોલીને સમજી લેજો શિવનો જ અભિષેક છે. કોઈ પોત પોતાની શાખાઓમાં નીલકંઠનો અભિષેક કરો તો તે બનાવટી નીલકંઠ છે. કૈલાશ વાળો નથી. નીલકંઠનું છેતરામણું રૂપ આવતું જાય છે, નીલકંઠ કોણ જેણે ઝેર પીધા હોય, જેણે લાડુડીઓ ખાધી હોય એ નીલકંઠ ન હોય જેમણે ઝેર પીધા હોય એ નીલકંઠ હોય
મોરારીબાપુના આ નિવેદન પર વિવેક સાગર સ્વામિએ પણ અંગે વિવેક સાગર સ્વામીએ જણાવ્યું કે, આજે મેં એક વીડિયો સાંભળ્યો અને આ વીડિયો સાંભળ્યા બાદ મને ખૂબ દુઃખ થયું, ઉદવેગ થઈ આવ્યો. અમારે પ્રોગ્રામમાં નીકળવાનું હતું પણ થોડીવાર તો હું ઉપર જઈને બેસી ગયો. આ શું સમજે છે તેના મનમાં, એણે એવી વાત કરી છે ઘણાં નીલકંઠ નીલકંઠ કરે છે, નીલકંઠ તો એક જ છે મહાદેવ. ઝેર પીવે તે નીલકંઠ કહેવાય લાડુડી ખાઈને નીલકંઠ ન બની શકાય. સીધો આક્ષેપ ભગવાન સ્વામિનારાયણ પર છે, એને ખબર નથી મૂરખને, મહાદેવને ભગવાન તો માનીએ છે આપણને તેની સાથે લેવાદેવા નથી. મહાદેવ સાથે પ્રભુને પણ પ્રીતિ છે, આપણે પણ મહાદેવને પધરાવીએ છીએ, અહીં જ પધરાવ્યા છે. મહાદેવને કોટી કોટી વંદન પણ મહાદેવને આગળ રાખીને ભગવાન સ્વામિનારાયણનું ખંડન કરે છે તે વાત સહન થતી નથી.