કિન્નરોનો કાળો કહેર… દાપું ઓછું પડતા યુવકનું માથું દિવાલે અથડાવ્યું, ૩ની ધરપકડ

1077

સુરત શહેરમાં કિન્નરોની દાદાગીરીનો કિસ્સો સામે આવ્યો છે. સુરતના ગોડાદરામાં બે દિવસ પહેલા જ પુત્રનો જન્મ થયા બાદ દાપું ઉઘરાવવા માટે આવેલા કિન્નરોએ દાપું ઓછું આપતા ઉશ્કેરાઇ ગયેલા બે કિન્નરોએ યુવકને માર મારી તેનું માથું દિવાલ સાથે અથડાવી દીધુ હતું. ગેહરીલાલ કસ્તુરી ખટીકને સંતાનમાં બે પુત્રીઓ છે અને તા.૩૧મી ઑગસ્ટનાં રોજ તેમના ઘરે પુત્રનો જન્મ થયો હતો. જેની જાણ કિન્નરોને થતા મંગળવારે સવારે એક રિક્ષામાં બે કથિત કિન્નરો તેમના ઘરે આવ્યાં હતાં.

કિન્નરો ગહેરીલાલ પાસે ૨૧ હજાર રુપિયા દાપું માગ્યું હતું. પરંતું આર્થિક પરિસ્થિતિને જોતા પિતાએ ૭ હજાર રૂપિયા આપ્યાં હતાં. જોકે આટલા દાપુંથી કિન્નરો ખુશ ન હતાં. જેથી તેઓ અપશબ્દો બોલીને અર્ધનગ્ન થઇ ગયા હતાં. આટલેથી ન અટકતાં તેમણે પિતા ગહેરીલાલને માર પણ માર્યો હતો અને તેમનું માથું દિવાલમાં અથાડ્યું હતું. જેથી ગહેરીલાલને માથામાં ગંભીર ઇજા થતાં બેભાન થયા હતાં. આ જોતા કહેવાતા કિન્નરો ડરીને ત્યાંથી ભાગી ગયા હતાં.

ગહેરીલાલને સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તબીબોએ કહ્યું હતું કે તેમની મગજની નસ ફાટી ગઇ છે. તેમની હાલત નાજુક છે. જેથી હાલ તેઓ આઇસીયુમાં દાખલ છે. ગહેરીલાલનાં પત્ની મંશાબેને લિંબાયત પોલીસમાં કિન્નરો સામે ફરીયાદ નોંધાવી છે. પોલીસે તે લોકો સામે હત્યાનો પ્રયાસનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

બેભાન થયેલા ગેહરીલાલને તાત્કાલિક સારવાર માટે સ્મીમેરમાં ખસેડાયા હતા. જ્યાં તેમના મગજની નસ ફાટી જતા આઇસીયુમાં દાખલ કરાયા છે. ગેહરીલાલની હાલત હાલ નાજુક હોવાનું તબીબોએ પરિવારને જણાવ્યું હતું. ગહેરીલાલના પત્ની મંશાબેને લિંબાયત પોલીસમાં કિન્નરો સામે ફરીયાદ નોંધાવી છે. પોલીસે તે લોકો સામે હત્યાનો પ્રયાસનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી. જેમાં રિક્ષામાં આવેલા કિન્નરો સીસીટીવીમાં કેદ થઈ ગયા હતા. જેથી પોલીસે સીસીટીવી આધારે ત્રણ કિન્નરો રેણક કુંવર મજલી કુંવર ઉર્ફે શકર જાદવ, ભાગ્ય શ્રી કુંવર શીલા કુંવર ઉર્ફે શુશાંત બીસનોઈ, સાગરી કુંવર અર્ચના કુંવર ઉર્ફે રદ મલિકની ધરપકડ કરી છે.

Previous articleમોરારીબાપુના નીલકંઠ પરના નિવેદનની સાધુએ અવગણના કરી, બાપુએ માફી માગી
Next articleગ્રામ પંચાયત ડેવલપમેન્ટ પ્લાન તૈયાર કરવામાં ગુજરાત દેશભરમાં મોખરે : પંચાયત રાજ્યમંત્રી