શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાના હસ્તે ભાવનગર જિલ્લાના શિહોર તાલુકાના સોનગઢ ખાતે રૂપિયા ૩/- કરોડના ખર્ચે દાતાશ્રી જે. કે. શાહ મુંબઈવાળાના દાનથી નિર્માણ પામેલ જૈન ચારિત્ર કલ્યાણ રત્નાશ્રમ બિલ્ડિંગ લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો.
આ કાર્યક્રમનો દીપ પ્રાગટ્ય કરી અને મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે ૧૯૨૩ માં ૧૩ વિધાર્થીઓ થી આ સોનગઢ આશ્રમ ની શરૂઆત બે ધર્માચાર્યો પૂ. મુનિરાજ ચારિત્ર વિજયજી મ. સા. અને પૂ. મુનિરાજ્ કલ્યાણચંદ્રજી મ. સા. ના પ્રયત્નો થી થઈ હતી આજે અહીં ૪૫૦ જૈન વિધાર્થીઓને વિનામુલ્યે રહેવા જમવા અને ભણવાની સુવિધા મળે છે તે દર્શાવે છે કે જૈન સમુદાય સમાજને કંઈક આપવા માટે પ્રતિબદ્ધ છે. આજના યુગને શિક્ષણની સાથે સંસ્કારની જરૂર છે તે શિક્ષણ અને સંસ્કાર અહીં જોવા મળે છે. આ કાર્યક્રમમાં દામજી લાલજી શાહ, રત ચૌહાણ સહિત મોટી સંખ્યામાં જૈન સમુદાયના લોકો હાજર રહ્યા.