પ મી સપ્ટેમ્બર એટલે ડો.સર્વોપલ્લી રાધાકૃષ્ણનો જન્મદિવસ અને સ્વયં શિક્ષકદિન.આજે સૂરજબેન વિનોદરાય દોશી હાઈસ્કૂલ કુંભણ ખાતે શિક્ષણ દિનની ઉજવણી ગૌરવ અને ઉત્સાહભેર કરવામાં આવી. તેમાં વિદ્યાર્થી ભાઈ-બહેનોએ ઉત્સાહભેર ભાગ લઈને એક દિવસ માટે શિક્ષકની ભૂમિકા ભજવી હતી. તથા શાળામાં માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક વિભાગમાં અલગ અલગ પ્રથમ દ્વિતિય અને તૃતિય ત્રણ ક્રમ આપીને તેમને આજના દિવસના મુખ્ય અતિથી મેનેજર એસબીઆઈ શાખા-કુંભણ ના હસ્તે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. તથા આજના દિવસ માટે શિક્ષકની ભૂમિકા ભજવનાર તમામ શિક્ષક ભાઈ-બહેનોને એક-એક વૃક્ષ અર્પણ કરવામાં આવ્યા હતા.આમ સ્વયં શિક્ષકદિનની ઉજવણી શાળામાં ઉમંગભેર કરવમાં આવી હતી.