યુનિવર્સિટીની અત્યાર સુધી ચાલતી વૈદ્ધાંતિક પ્રકિયા સર્વ પ્રથમ ફેકલ્ટી અભ્યાસક્ર્મનું માળખું બનાવે, ત્યારબાદ બોર્ડ ઓફ સ્ટડીઝ દ્વારા માળખાને અનુરૂપ અભ્યાસક્રમ તૈયાર કરવામાં આવે અને બોર્ડ ઓફ સ્ટડીઝ આ અભ્યાસક્રમને લાગુ પાડવા જે-તે સંદર્ભિત ફેકલ્ટીને ભલામણ કરે. ફેકલ્ટીના સભ્યશ્રીઓ દ્વારા આ અભ્યાસક્રમને પાસ કરી એકેડમિક કાઉન્સીલમાં રજૂ કરવાની ભલામણ કરવામાં આવે. એકેડમિક કાઉન્સીલ ચર્ચા-વિચારણા કરી પાસ કરે તો અને તો જ એજ્યુક્યુટિવ કાઉન્સીલને ભલામણ કરે. અંતે ઇ.સી દ્વારા આ બાબત મંજૂર થતાં અભ્યાસક્રમ અમલમાં આવે છે. ક્યારેય આ પ્રકિયા ઉપરથી નીચેની બોડીને અપાતી નથી હમેશા નીચેની બોડી જ ઉપરી બોડીને ભલામણ કરતી હોય છે અને તેનું માળખું એકેડમિક કાઉન્સીલની મંજૂરી વગર આગળ જઈ શકતું જ નથી .
ઉપરોક્ત પ્રકિયા ન કરવાને પરિણામે જે તે સમયે વિરોધ પણ થયો હતો જેને પરિણામે યુનિ. દ્વારા સત્ર શરૂ થયાને એક માસના સમય બાદ જે-તે વિષયોના બોર્ડ ઓફ સ્ટડીઝની મિટિંગ ૪ યુનિટમાં અભ્યાસક્ર્મને બદલવાના આદેશ સાથે યુનિ. દ્વારા બોલાવવામાં આવી. આ મિટિંગમા કેટલાક સભ્યઓ દ્વારા વિરોધ કરતાં તેમને દાબી દેવાની સરમુખતારશાહી યુનિ.ના ઉચ્ચ અધિકારીઓ દ્વારા થવાની અમોને રજૂઆત પણ મળેલ છે ત્યારબાદ ૪ યુનિટ કરવા એવો આદેશ ઉચ્ચ અધિકારીઓ નો હોય પરાણે ૪ યુનિટ મંજૂર રાખવા ફેકલ્ટીને ભલામણ કરવા માટેના ઠરાવો કરાવવામાં આવ્યા. ત્યારબાદ સાયન્સ વિષયના તમામ બોર્ડ અને ફેકલ્ટીની મિટિંગો એક જ દિવસે એક સાથે રાખવામા આવી તેજ વાણિજ્ય ફેકલ્ટીમાં પણ ખૂબ વિરોધો અને રજૂઆતો થઈ પણ કુલપતિશ્રીનો આદેશ છે તેમ ચેમ્બરમાં ચેરમેનોને બોલાવી આદેશો કરવામાં આવ્યા હોવાની વાત મળેલ છે.
આ બધી પ્રકિયા બાદ દરેક બોર્ડ દ્વારા ૪ યુનિટ માટે ફેકલ્ટીને ભલામણ કરી. છેલ્લે બધાજ બોર્ડ દ્વારા ફરી વખત એકેડમિક કાઉન્સીલમાં આ બાબત મૂકવાની ભલામણ કરવામાં આવી જે એકેડમિક કાઉન્સીલ આજ દિન સુધી બોલાવવામાં આવી નથી અને જૂની એકેડમિક કાઉન્સીલ ની બેઠકનો આધાર લઈ નવી એકેડમિક કાઉન્સીલ બોલાવ્યા વગર અને પરીપત્રો જુદા જુદા કરી ૪ યુનિટ સમે.૧ થી ૬માં લાગુ કરી દેવામાં આવ્યા.
આ સમગ્ર પ્રકિયા મૂળભૂત રીતે યોગ્ય જણાતી નથી તથા સમે.૧માં ૪ યુનિટ યોગ્ય પ્રકિયા કરી કર્યા હોય તો તે હજુ પણ કઈક અંશે યોગ્ય માની શકાય. પરતું જૂના વિધાર્થીઓ કે જેમને આગળના એક/બે વર્ષ ૫ યુનિટ પ્રમાણે કર્યા છે તેને પણ આ અભ્યાસક્ર્મ તેમજ પેપર સ્ટાઈલ લાગુ પાડી જે બિલકુલ નિયમોથી વિરુધ્ધ જણાય છે.
આ તમામ બાબત વિચારી અને વિધાર્થીઓના ભાવિને કેન્દ્રસ્થાન પર રાખી હાલ આ ૪ યુનિટના બદલે જૂની પધ્ધતિ પ્રમાણે ૫ યુનિટ તેમજ જૂની પેપર સ્ટાઈલ અમલી રાખી તેમજ વૈદ્ધાંતિક પ્રકિયા કરી હવે પછીના એકેડમિક વર્ષમાં નવા સેમ. ૧ માં પ્રવેશ મેળવનાર વિધાર્થીઓને નવા અભ્યાસક્રમ તેમજ પેપર સ્ટાઈલ લાગુ કરવા અત્યારથી આયોજન કરવા અખિલ ભારતીય વિધાર્થી પરિષદ દ્વારા વિધાર્થીઓને સાથે રાખી આવેદન પત્ર આપવામાં આવ્યું હતું ૨ દિવસમાં નિર્ણય ન આવતા વિધાર્થી પરિષદ દ્વારા વિધાર્થીઓને સાથે રાખી આંદોલાત્મક કાર્યક્રમો આપવામાં આવશે જેની સંપૂર્ણ જવાબદારી યુનિ.ના ઉચ્ચ અધિકારીઓની રહશે તેમ પણ જણાવેલ છે.