નિલમબાગ પોલીસ સ્ટેશનના ગુન્હામાં  નાસ્તા ફરતા આરોપી ઝડપી લેતી એલસીબી

632

આજરોજ ભાવનગર, એલ.સી.બી. સ્ટાફનાં માણસો ભાવનગર શહરે   વિસ્તાનરમાં ચોરીના શકદારોની હકિકત મેળવવા તથા નાસ્તા ફરતા આરોપીઓ ની હકિકત મેળવવા પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાાન પેટ્રોલીંગ ફરતાં-ફરતાં બાતમીરાહે હકિકત મળેલ કે, નિલમબાગ પોલીસ સ્ટેશનના પ્રાણીઓની સાચવણી અંગેના અઘિનિયમ ની કલમ- ૫,૬ (બી), ૭(૧) ૮,૧૦ ) વિ ના ગુન્હામાં નાસ્તો ફરતો આરોપી (૧) ઇનાયાત મહમદભાઇ બાવનકા ત્થા (ર) ઝરીનાબેન મહમદભાઇ બાવનકા રહે. વડવા નેરા માઢીયા ફળી ચોક ભાવનગર વાળા તેના રહેણાક મકાન પાસે ઉભા છે.  તેવી હકિકત મળતા મજકરુ બાતમી વાળા ઇસમો હાજર મળી આવતા મજકુર ઇસમોને પકડી નામ સરનામું પુછતા (૧) ઇનાયાત મહમદભાઇ બાવનકા ઉવ.૨૭ ત્થા (ર) ઝરીનાબેન ઉર્/ં મહમદભાઇ જમાલભાઇ બાવનકા ઉવ.૫૫ રહે. બંન્ને વડવા નેરા માઢીયા ફળી ચોક ભાવનગર વાળા હોવાનું જણાવતા મજકુર ઇસમની પુછપરછ કરતા ઉપરોકત ગુન્હામાં નાસ્તા ફરતા હોવાની કબુલાત કરતા મજકુરને સી.આર.પી.સી. ૪૧(૧) (આઇ) મુજબ ઘોરણસર કાર્યવાહી કરી ભાવનગર નિલમબાગ પોલીસ સ્ટેશનમાં માં નોઘ કરાવી આગળની કાર્યવાહી માટે નિલમબાગ પો.સ્ટે.  ગુન્હો નોઘાયેલ હોય આગળની તપાસ થવા સારૂ નિલમબાગ પોલીસ સ્ટેશન ભાવનગરને સોપી આપેલ છે.

Previous articleયુનિ. દ્વારા લાગુ કરવામાં આવેલ અભ્યાસક્રમ, પેપર સ્ટાઈ યોગ્ય કરવા એબીવીપીએ કુલપતિને આવેદનપત્ર પાઠવ્યું
Next articleશહેરમાં ગણેશ ઉત્સવની ઉજવણીમાં ભાવિકો તલ્લીન બન્યા