ખુબસુરત નોરા ફતેહીના ન્યુ બાર્બી લુકે નવી ચર્ચા જગાવી

1159

ખુબ ઓછા સમયમાં ખુબસુરત નોરા ફતેહીએ અભૂતપૂર્વ લોકપ્રિયતા હાંસલ કરી લીધી છે. નોરાએ બોલિવુડમાં ટુંકા ગાળામાં જ પોતાની ખાસ જગ્યા ઉભી કરી લીધી છે. દેશના કરોડો ચાહકોના દિલો દિમાગ પર છવાઇ ગયેલી નોરા ફતેહી હાલમાં ઇન્સ્ટાગ્રામ પર ખુબ લોકપ્રિય છે. નોરા દ્વારા હાલમાં પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર રેડ સમર લુક શેયર કર્યા બાદ તેની ચર્ચા ચારેબાજુ જોવા મળી રહી છે. આમાં તે રેડ ટેન્ક ટોપ પહેરીને નજરે પડી રહી છે. પિન્ક વિગની સાથે રેડ લાઇફગાર્ડ કેપમાં નજરે પડી રહી છે. તેના આ લુકે ભારે ચર્ચા જગાવી છે. ઇન્સ્ટાગ્રામ પર તે પહેલાથી જ ચાહકોની વચ્ચે ભારે લોકપ્રિય રહી છે. હવે તેની લોકપ્રિયતા વઘારે વધી ગઇ છે. ફોટામાં નોરા  હોટ બાર્બી લુકમાં નજરે પડી રહી છે. ઇન્સ્ટાગ્રામ પર પોતાના ફોટાના કારણે નોરા લોકપ્રિય દેખાઇ રહી છે. પોતાના લુકને કમ્પ્લીટ કરવા માટે એક માથા પર વિગ પણ પહેરેલી દેખાઇ રહી છે. તેને કેપ્શન પણ લખીને ચાહકોમાં રોમાંચકતા જગાવી છે. પિન્ક લિપ્સ્ટિકમાં પણતે જોરદાર નજરે પડી રહી છે. નોરા ફતેહીના આ લુકના કારણે તે જોરદાર દેખાઇ રહી છે. ફોટાના કેપ્શનમાં લખવામાં આવ્યુ છે કે શુ તમે નોરિયાનાના હોટ ગર્લ સમર સાથે આવવા તૈયાર છો. અત્રે નોંધનીય છે કે ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં નોરાએ વર્ષ ૨૦૧૪માં એન્ટ્રી કરી હતી. રોર સાથે ડેબ્યુ કર્યા બાદ તેની બોલબાલા વધી હતી. વર્ષ ૨૦૧૫માં ક્રેજી કુક્કડ ફેમિલીમાં કામ કરીને ચર્ચા જગાવી હતી. નોરાએ સૌથી પહેલા સાઉથની ફિલ્મ ટેમ્પરમાં ડાન્સ નંબર કરીને શરૂઆત કરી હતી. ફિલ્મ બાહુબલીના સોન્ગમાં નોરાના અનુભવે તમામનુ ધ્યાન ખેંચ્યુ હતુ. થોડાક સમય પહેલા આવેલી સત્ય મેવ જયતે, બાટલા હાઉસ,  અને ભારત જેવી ફિલ્મમાં તે ડાન્સ નંબરમાં નજરે પડી હતી. ડાન્સ નંબરના કારણે નોરા ફતેહી  ભારે લોકપ્રિયતા ભારતમાં ધરાવે છે.

Previous articleકેરિયરની શરૂઆતમાં ઘણી વખત રિજેક્ટ કરાઇ : સ્વરા
Next articleમુંબઈમાં ભારતીય સિનેમાના ભવ્ય ઉજવણી સાથે  ભારતમાં પ્રથમ વખત યોજાનારા ૨૦ મા નેક્સા આઇફા એવોડ્‌ર્સ ૨૦૧૯