ઓપન ટેનિસ ચેમ્પિયનશીપમાં હવે રાફેલ નડાલ વધુ એક ઇતિહાસ રચવાની દિશામાં છે. તે હવે ગ્રાન્ડ સ્લેમ જીતવાની દિશામાં આગળ વધી રહ્યો છે. સેમીફાઇનલમાં પહોંચી ગયા બાદ તેની પાસેથી હવે ધરખમ દેખાવની અપેક્ષા રાખવામાં આવી રહી છે. સ્પેનિશ સ્ટાર પાસે હવે વધારે તક છે. કારણ કે રોજર ફેડરર અને નોવાક જોકોવિક જેવા ટોપના ખેલાડી અને તેને ટક્કર આપે તેવા ખેલાડી સ્પર્ધામાંથી બહાર થઇ ચુક્યા છે. રાફેલ નડાલનો રેકોર્ડ જોવામાં આવે તો ખુબ શાનદાર રહ્યો છે. તે ૧૮ વખત ગ્રાન્ડ સ્લેમ જીતી ગયો છે. જેમાં ઓસ્ટ્રેલિયન ઓપન એક વખત જીતી ગયો છે. ફ્રેન્ચ ઓપનમાં તો તે કિંગ તરીકે રહ્યો છે અને ૧૨ વખત આ ટ્રોેફી જીતી લીધી છે. કુલ ૧૨ વખત તે રનર્સ અપ તરીકે રહ્યો છે. જેમાં વિમ્બલડનમાં તે ત્રણ વખત રનર્સ અપ રહ્યો છે. ઓસ્ટ્રેલિયન ઓપનમાં ચાર વખત રનર્સ અપ તરીકે રહ્યો છે. આ વખતે તેની પાસે સારી તક રહેલી છે. આ વખતે યુએસ ઓપનમાં ફરી એકવાર નવા ચેમ્પિયન બનનાર છે.
કારણ કે વર્તમાન ચેમ્પિયન પુરૂષો અને મહિલાઓના વર્ગમાં આઉટ થઇ ગયા છે.