ઑસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન સ્ટીવ સ્મિથે એશેઝ સીરીઝ-૨૦૧૯ની ચોથી ટેસ્ટમાં ઇંગ્લેન્ડની સામે દમદાર પ્રદર્શન કરતાં બેવડી સદી ફટકારી. ૩૦ વર્ષની સ્મિથની ટેસ્ટ ક્રિકેટમાં આ ત્રીજી ડબલ સેન્ચુરી છે. તેમણે ૩૧૯ બોલની પોતાની ઇનિંગ્સમાં ૨૪ ચોગ્ગા અને ૬ સિક્સર ફટકારી. ઑસ્ટ્રેલિયાએ પહેલી ઇનિંગ્સ ૮ વિકેટ પર ૪૯૭ રન બનાવીને દાવ જાહેર કર્યો.
દિગ્ગજ ક્રિકેટર સચિન તેંડુલકરે સ્મિથની આ ઇનિંગ્સના વખાણ કર્યા. તેમણે ટ્વીટ કરી પેચીદા તકનીક પરંતુ માઇન્ડેસ્ટ. આ જ વસ્તુ છે જે સ્મિથને સૌથી અલગ બનાવે છે. શાનદાર કમબેક.
સ્મિથ ટેસ્ટ ક્રિકેટમાં ડૉન બ્રેડમેન પછી સૌથી ઝડપી ૨૬ સદી બનાવનારો બેટ્સમેન બની ગયો છે. સ્ટીવ સ્મિથે ૧૨૧ ઇનિંગમાં ૨૬ સદી ફટકારી છે, જ્યારે ડૉન બ્રેડમેને ફક્ત ૬૯ ઇનિંગમાં ૨૬ સદી ફટકારી હતી. સ્મિથે સચિન તેંડુલકરને પાછળ છોડ્યા છે, જેમણે ૧૩૬ ઇનિંગમાં આટલી જ સદી ફટકારી હતી. ચાલી રહેલી સીરીઝમાં સ્મિથે ૫૦૦ રનનાં આંકડાને પાર કર્યો છે. આ ત્રીજીવાર છે જ્યારે સ્મિથે એશિઝમાં ૫૦૦થી વધારે રનનો સ્કોર બનાવ્યો છે. તેનાથી આગળ ડૉન બ્રેડમેન જ છે, જેમણે ૫ વાર આ આંકડો પાર કર્યો હતો.
ઇંગ્લેન્ડના પૂર્વ ક્રિકેટર માઇકલ વૉન એ પણ સ્મિથના વખાણ કર્યા. તેમણે લખ્યું જોઇને ખૂબ સારું લાગ્યું. એક ઑસ્ટ્રેલિયન પ્લેયરના વખાણ કરવા આમ તો સારા લાગતા નથી પરંતુ તમે એ ખેલાડીનું જ સમ્માન કરી શકો છે જેની પાસે પ્રતિભા હોય, એકાગ્રતા અને શાનદાર હેન્ડ-આઇ કૉઑર્ડિનેશન. સ્મિથ, તું કમાલનો છે.