હરિયાણામાં ટ્રાફિકના નિયમનો ભંગ કરનાર ફક્ત ૩૪૩ વ્યક્તિ પાસેથી વસૂલ કર્યો ૫૨ લાખનો દંડ

434

પહેલી સપ્ટેંબરથી અમલમાં આવેલા ટ્રાફિકના નવા કાયદા હેઠળ હરિયાણા પોલીસે ટ્રાફિકના નિયમો તોડનારા ૩૪૩ જણ પાસેથી અત્યાર સુધીમાં ૫૨ લાખ રૂપિયા દંડ તરીકે વસૂલ કર્યા હતા તો ઓરિસામાં માત્ર ચાર દિવસમાં ૮૮ લાખ રૂપિયા દંડ તરીકે વસૂલ થયા હોવાનું જાણવા મળ્યું હતું.

દેશના વિવિધ શહેરોમાં શિક્ષિત લોકો પણ ટ્રાફિક અવરોધાય એ રીતે વાહનો હંકારે છે. કેટલાકની પાસે લાયસન્સ હોતું નથી તો કેટલાક ટુ વ્હીલર ચાલકો હેલ્મેટ પહેરતા નથી. કેટલાક લોકો કાર ચલાવતી વખતે મોબાઇલ પર બેધડક વાતો કરતાં હોય છે તો કેટલાક કાર ચલાવતી વખતે સીટ બેલ્ટ બાંધતા નથી. કેટલાકને સિગ્નલ તોડવાની ખોટી ટેવ પડી ગઇ હોય છે.

આવા અનેક નાના મોટા અપરાધો હવે સજાને પાત્ર થઇ ગયા છે.  નવા કાયદા હેઠળ પોલીસને ઘટના સ્થળેજ દંડ વસૂલ કરવાનો અધિકાર પણ આપવામાં આવ્યો છે. એકલા પાટનગર નવી દિલ્હીમાં પહેલી સપ્ટેંબરે એક જ દિવસમાં ૩૯ હજાર ગુનેગારો ઝડપાયા હતા અને દરેકને ત્યાં ને ત્યાં દંડ કરવામાં આવ્યો હતો.

Previous articleસ્મિથે ૧૨૧ ઇનિંગમાં ૨૬ સદી ફટકારી તેંડુલકરને પાછળ છોડ્યા
Next articleમારી પત્ની ફોનમાં જ વ્યસ્ત રહે છે, જમવાનું પણ બનાવતી નથી, તલાક આપો