એક પતિએ પોતાની પત્નીને તલાક આપવા માટે જે કારણ જણાવ્યું તે સૌને ચોંકાવનારૂં છે. પંજાબ અને હરિયાણા હાઈકોર્ટમાં એક વ્યક્તિએ અરજી દાખલ કરીં છે. અરજીમા આરોપ લગાવવામા આવ્યો છે કે, પત્ની તેના માવતર સાથે ફોનમા વાતો કર્યા કરે છે અથવા તેના ઘરે જવાનું જ પસંદ છે. આરોપ છે કે તેની પત્ની તેના માટે જમવાનું પણ બનાવતી નથી. એવામા એને ભૂખ્યા પેટે સવારે કામ કરવા જવું પડે છે. હવે તેને પત્ની પાસેથી તલાક જોઈએ છે.
મીડિયા રિપોર્ટ મુજબ, ચંદીગઢમા રહેનાર એક વ્યક્તિએ તલાક માટે જિલ્લા કોર્ટમા પણ અપીલ કરીં હતી. અપીલ ફગાવ્યા બાદ એમણે પંજાબ અને હરિયાણા હાઈકોર્ટમા અરજી આપી. કોર્ટમાં દાખલ અરજીમા પતિએ આરોપ લગાવ્યો કે તેની પત્ની માત્ર માવતર વાળા સાથે ફોનમા વાતો કરે છે અથવા તેના ઘરે જવાનું પસંદ કરે છે, સાસરી પક્ષમા કોઈ સબંધી કે ઓળખીતાને મળવા માગતી નથી. સાથે જ એમણે કહ્યું કે, મહિલાના ગેરવ્યક્તિ સાથે પણ સબંધ છે.
આરોપોના જવાબમા તેમની પત્નીએ કોર્ટને જણાવ્યું કે, તેનો પતિ તેને દહેજના નામે પરેશાન કરે છે અને એટલા માટે જ તેઓ આવા આરોપ લગાવે છે. કોર્ટે આ અંગે પતિને ફટકાર લગાવતા કહ્યું કે, આવા નાના-નાના ઝગડા દંપતી વચ્ચે થતા રહે છે. માટે આ મુદ્દે સમાધાન ચર્ચા કરીને લાવો. સાથે જ કોર્ટે કહ્યું કે, ફોનમા વાત કરવી કે જમવાનુ ન બનાવવું એ ક્રુરતા ન કહેવાય. ત્યારબાદ કોર્ટે કોર્ટે તલાકની અરજી ફગાવી દીધી છે. સાથે જ કોર્ટે કહ્યું કે, આ પ્રકારની અરજીઓથી કોર્ટનો સમય વેડફાય છે.