સરકાર દ્વારા જાહેર જનતાની સુખાકારી, રક્ષા, સ્વાસ્થ્ય સહિતની બાબતો માટે અનેક તંત્ર દિવસ-રાત પર્વ-ઉત્સવો જેવી બાબતોને પણ ગૌણ રાખે ત્યારે આવી સેવામાં રત લોકોની ખરેખર કદર થઈ આવે.
હોળી-ધૂળેટીના પર્વમાં પણ ભાવનગર શહેર-જિલ્લામાં મેડીકલ આપાતકાલીન સેવા ૧૦૮ના કર્મચારીગણ દ્વારા સુંદર કામગીરી કરી લોકોના જીવ બચાવ્યા છે. પર્વ અંગે ૧૦૮માં ફરજરત ધર્મેન્દ્રસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, ૧૦૮ની ડોક્ટર ટીમ તથા પાઈલોટ સહિતના કર્મચારીઓ માટે પર્વ એટલે ફરજ લોકોની કોઈપણ સ્થિતિમાં જીવ બચાવવો અને ક્ષેમકુશળ રાખવા એ જ અમારૂ મુખ્ય ધ્યેય છે. ખરેખર આવા લોકો ધન્યવાદને પાત્ર છે.