અમેરિકામાં આવતા વર્ષે નવેમ્બરમાં રાષ્ટ્રપતિની ચૂંટણી થવાની છે. આ કારણથી અમેરિકાના રાજકારણમાં ગરમાવો છે. એક સર્વેમાં કહેવામાં આવ્યું છે કે, ૨૦૨૦ની ચૂંટણીમાં અમેરિકાના ૫૨ ટકા મતદારો હાલના રાષ્ટ્રપતિ ટ્રમ્પને નકારી કાઢવાની યોજના બનાવી રહ્યા છે. જ્યારે ટ્રમ્પ ફરી એક વાર રિપબ્લિકન્સની બહુમતી મેળવીને ફરી સત્તામાં આવવાની તૈયારી કરી રહ્યા છે.
પોલ કરાવનાર સંગઠન રાસમુસેને પ્રેસ રિલીઝ જાહેર કરીને કહ્યું છે કે, અમે અમારા રિપોર્ટમાં ટેલિફોન અને ઓનલાઈન સર્વેને સામેલ કર્યો છે. ૪૨ ટકા અમેરિકન્સે કહ્યું છે કે, તેઓ ટ્રમ્પને વોટ આપશે. જ્યારે ૫૨ ટકા લોકો ટ્રમ્પ વિરુદ્ધ મતદાન કરી શકે છે. ૬ ટકા લોકોએ હજી સુધી નિર્ણય નથી કર્યો કે તેઓ કોને વોટ આપશે.
પદ પર બેઠેલા લોકો વિરુદ્ધ મતદાન કરવાની વાત કરતાં લોકોમાંથી ૫૮% લોકોએ કહ્યું છે કે, તેઓ કોઈ અન્ય ઉમેદવારની જગ્યાએ ટ્રમ્પ વિરુદ્ધ વોટ કરે તેવી શક્યતા વધારે છે. ૩૭% લોકોનો અંદાજ છે કે, તેઓ કોઈ અન્ય ઉમેદવારને વોટ આપશે.
પોલ પ્રમાણે ૭૫% રિપબ્લિકન્સ અત્યારે પણ ટ્રમ્પને વોટ આપે તેવી શક્યતા છે. જ્યારે પાર્ટીના ૨૧% નેતાઓએ તેમના વિરુદ્ધ વોટ નાખવાની વાત કરી છે. ટ્રમ્પ ડેમોક્રેટ્સમાંથી ૮૨%થી ૧૩% અંતરે હારે તેવી શક્યતા છે. ૨૦૧૬ની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ટ્રમ્પને ૨૭૯ અને હિલેરીને ૨૨૮ વોટ મળ્યા હતા.