બાઈકચાલકોએ અંબાજી જતા ૨ પદયાત્રીઓને અડફેટે લીધા

661

હાલોલ-શામળાજી માર્ગ પર વાંટા-વાછોડા માર્ગ પર કારની ટક્કરે ત્રણ પદયાત્રીઓના મોતની ઘટનાની શાહી સુકાઈ નથી ત્યાં મોડાસા ના મુલોજ અને માલપુર ના માલજીના પહાડીયા નજીક બે અલગ-અલગ બાઈક સવારોએ પદયાત્રીઓને અડફેટે લેતા ઈજાગ્રસ્ત થયા હતા. અકસ્માતથી પદયાત્રીઓમાં ચિંતા પ્રસરી હતી.

બંને હોસ્પિટલમાં ખસેડાયા છે અને સારવારમાં છે.

જિલ્લાના મુખ્ય માર્ગો અને અંતરિયાળ માર્ગો અંબાજી પગપાળા જતા સંઘોથી ઉભરાઈ રહ્યા છે. રાત્રીના સમયગાળા દરમિયાન પદયાત્રીઓ પસાર થતા પદયાત્રીઓ અનેકવાર રોડ પરથી પસાર થતા નાના-મોટા વાહનચાલકોની અડફેટે આવી અકસ્માતનો ભોગ બને છે.

મોડાસાના મુલોજ નજીક અજાણ્યા બાઈક ચાલકે ટક્કર મારતા અને માલપુર-મોડાસા હાઈવે પર માલજીના પહાડીયા નજીક બાઈકે અડફેટે લેતા પદયાત્રીઓમાં નાસભાગ મચી હતી. બંને ઇજાગ્રસ્તોને ૧૦૮ ઇમરજન્સી એમ્બ્યુલન્સ મારફતે મોડાસા સાર્વજનિક હોસ્પિટલમાં ખસેડાયા હતા. ફરજ પરના તબીબોએ સઘન સારવાર આપી હતી. સાર્વજનિક હોસ્પિટલમાં પદયાત્રીઓ મોટી સંખ્યામાં ઉમટ્યા હતા. માઈ ભક્તોમાં બેફામ વાહન હંકારતા વાહનચાલકો સામે પોલીસ તંત્ર શખ્ત કાર્યવાહી કરે અને પદયાત્રીઓને સુરક્ષા પુરી પાડવામાં આવેની માંગ પ્રબળ બની છે.

Previous articleધનજી ઓડ ઉર્ફે ઢબુડી માંના આગોતરા જામીન અંગે આજે સુનાવણી
Next articleનકલી માવો બનાવતી ૨ ફેક્ટરી પર આરોગ્ય વિભાગનાં દરોડા