રાજ્યમાં જર્જરિત મકાન ધરાશાયી થવાની ઘટનાઓ સતત વધી રહી છે. ગુરુવારે અમદાવાદના અમરાઇવાડીમાં આવેલ બંગલાવાળીમાં એક ત્રણ માળનું મકાન ધરાશાયી થતા ૫ લોકોના મોત થયા છે. ત્યારે સતત બીજા દિવસે વધુ એક મકાન ધરાશાયી થયા હોવાની માહિતી મળી છે. અમદાવાદના દરિયાપુર ખાતે આવેલ એક ત્રણ માળનું મકાન ધરાશાયી થયું છે.
પ્રાપ્ત માહિતી મુજબ દરિયાપુરથી પ્રેમદરવાજા જવાના માર્ગ પર આ જૂનું અને જર્જરિત મકાન આવેલું હતું. જે શુક્રવારે તૂટી પડ્યું. જોકે આ મકાન બંધ હાલતમાં હોવાથી કોઈ જાનહાનિ થઈ નહીં. આ સિવાય સુરતમાં એક બિલ્ડીંગમાં છજાનો ભાગ તૂટી પડ્યા હોવાના સમાચાર મળ્યા છે. આ ઘટના સુરતમાં આવેલ અંજન સલાકા કોમ્પ્લેક્સની છે.અંજન સલાકા કોમ્પ્લેક્સમાં શુક્રવારે છજિયાનો ભાગ ધરાશાયી થયો. જેના પછી ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. આ બિલ્ડિંગ શહેરના પોષ વિસ્તાર પારલે પોઇન્ટમાં આવેલી છે. રિપોર્ટમાં જણાવ્યા મુજબ બિલ્ડિંગમાં સમારકામના અભાવે છજયાનો ભાગ ધરાશય થયો. જોકે ઘટનામાં કોઈ જાનહાનિ ન થઈ હોવાના સામાચાર છે. આથી મોટી દુર્ઘટના થતી ટળી છે.