કેન્દ્ર સરકાર દ્વારા ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન બદલ વસૂલાતા દંડમાં મસમોટો વધારો કરવામાં આવ્યો છે. જે ૧ સપ્ટેમ્બરથી અમલમાં છે. આ નવા ટ્રાફિક નિયમો અમલમાં આવતા દિવસે ને દિવસે કેટલાક લોકોને હજારો રૂપિયાના દંડ થયા હોવાની ઘટના સામે આવી રહી છે. જોકે આ દંડમાંથી હવે પોલીસ કર્મીઓ પણ બાકાત નથી.
તાજેતરમાં અમદાવાદમાં બાઇક પર જતા એક પોલીસ કર્મીનો ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. જેમાં તે હેલ્મેટ વગર બાઈક ચલાવતા નજરે આવી રહ્યો હતો. આ ઘટના વધુ ફેલાતા અમદાવાદ પોલીસે પગલાં લેતા પોલીસકર્મીને દંડ ફટકાર્યો હતો. જોકે આ ઘટના સામે આવ્યા છતા વધુ એક પોલીસ અધિકારીનો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. અમદાવાદ પોલીસના વધુ એક કર્મીનો એક્ટિવા પર ત્રણ સવારી જતો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. તસવીરમાં તમે જોઈ શકો છો કે પોલીસ જવાન હેલ્મેટ વગર ત્રણ સવારી એક્ટિવા ચલાવા રહ્યા છે. અમદાવાદ પોલીસ વિભાગના આ કર્મી જાહેરમાં ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરતા નજરે આવી રહ્યા છે.