અંબાજી જતા પદયાત્રીઓ માટે સાબરકાંઠા પોલીસ દ્વારા સેવાકેન્દ્ર શરૂ

442

સામાન્ય રીતે પોલીસનું નામ સાંભળતા લોકોને પરસેવો છુટી જતો હોય છે. આમ તો પોલીસનું કામ ગુનેગારોને સજા અપાવવાનું હોય છે. પણ હવે સાબરકાંઠા પોલીસે અંબાજી જતા પદયાત્રીઓ માટે જિલ્લા પોલીસ વડાની કચેરી ખાતે સુંદર વિસામો બનાવીને પદયાત્રીઓને અનેક સેવાઓ પુરી પાડવામાં આવી રહી છે. સાબરકાંઠા પોલીસે અંબાજી જતા પદયાત્રીઓ માટે સેવાનું કાર્ય શરૂ કર્યુ છે. જેમાં પોલીસ કર્મીઓ દ્રારા અંબાજી જતા પદયાત્રીઓને સેવા કરવામાં આવી રહી છે. સાબરકાંઠા જિલ્લામાંથી ખાસ કરીને માના ભક્તો અંબાજી પદયાત્રા જતા હોય છે.

ભાદરવી પૂનમને લઈ જિલ્લાના તમામ રસ્તાઓ પદયાત્રીઓથી ભરચક્ક રહે છે. ઠેર ઠેર સેવાભાવી લોકો વિસામા તૈયાર કરીને સેવા કરતા હોય છે ત્યારે જિલ્લા પોલીસ વડા કચેરી ખાતે પણ અંબાના ભક્તોની સેવા માટે ૨૪ કલાક ચાલતો વિસામો શરુ કરાયો છે. આ ખાખી વર્દીમાં અંબાના ભક્તો માટે વર્ષમાં એકવાર બે હાથ જોડી આવકારે છે. જિલ્લા પોલીસ વડા કચેરીમાં વીસમામાં જમવા માટે બોલાવે છે. અંબાજી ચાલતા જતા પદયાત્રીઓ આ પોલીસ હેડ કવોટરમાં વિસામો જોઈ આશ્ચર્યમાં પડે છે. પોલીસ આજે સામેથી ચા નાસ્તો અને જમવા સહિતની સગવડ પુરી પાડે છે આ જોઈ ભક્તો પણ અચરજમાં પડી ગયા છે.

સાબરકાંઠા જિલ્લામાં ભાદરવી પૂનમના મેળે અને મા આધશક્તિ એવા એંબાના દર્શન કરવા માટે લાખોની સંખ્યા ભક્તો ચાલતા જતા હોય છે. જેમાં ખાસ કરીને દાહોદ, લુણાવાડા, પંચમહાલ, ગોધરા, ખેડા, નડીયાદ અમદાવાદ, સહિતના અનેક જિલ્લાઓમાંથી ભક્તો ચાલતા આવતા હોય છે.

Previous articleસંસ્કારધામ-અમદાવાદ ખાતે ખેલ મહાકુંભ ૨૦૧૯ અને ફિટ ઇન્ડિયા મૂવમેન્ટનો શુભારંભ
Next articleફરજિયાત હેલ્મેટ અને સીટબેલ્ટના કાયદાનો હેલ્મેટ તોડી વિરોધ કરાયો