દ્વારકાના મોટા આસોટા ગામે આભ ફાટ્યુ : ૧૩ ઇંચ વરસાદ

1166

સૌરાષ્ટ્ર અને કચ્છ ઉપર મોનસુન જોરદાર રીતે સક્રિય થયું છે. ગીર સોમનાથ, જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી, જુનાગઢ અને કચ્છમાં ભારેથી અતિભારે વરસાદ થયો છે. બીજી બાજુ અન્યત્ર વિસ્તારોમાં પણ ભારે વરસાદ થયો છે. દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના મોટા આસોટા ગામે આજે શુક્રવારે સવારે આભ ફાટ્યું હોય તેમ માત્ર ૩ કલાકના ગાળામાં જ ૧૫ ઇંચથી વધુ વરસાદ ખાબકી જતા સર્વત્ર જળબંબાકારની સ્થિતિ સર્જાઇ ગઇ હતી. ભારે વરસાદથી ગામ સંપર્ક વિહોણું બન્યું હતું અને ગામના મોટાભાગના મકાનો અડધો અડધ પાણીમાં ગરકાવ બન્યા હતા. ગામના બજારો અને માર્ગો પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. ૧૫ ઇંચથી વધુ ભારે વરસાદથી ભેંસો, બાઇક, મોટરકાર પણ તણાયા હતા, તો લોકોના મકાનો અને દુકાનોમાં પાણી ફરી વળ્યા હતા. આટલા અતિ ભારે વરસાદના કારણે આસોટા જાણે સંપર્કવિહોણું બન્યુ હતુ. માત્ર ત્રણ કલાકમાં જ ૧૫ ઇંચ વરસાદ ખાબકતાં જિલ્લા વહીવટી અને કલેક્ટર તંત્ર પણ દોડતું થયું હતું. સ્થાનિક મામલદાર, આરોગ્ય ટીમ સહિતની ટીમો દોડી આવી હતી. અનરાધાર વરસાદથી મોટુ નુકસાન થયાનું હાલ જાણવા મળ્યું છે. પૂરના પાણી ઓસરે પછી જ ગામમાં સર્જાયેલી તારાજી વિશે જાણવા મળશે. હાલ તો તંત્ર દ્વારા બનતી કોશિશ કરી લોકોને સલામત સ્થળે ખસેડવામાં કાર્યવાહી હાથ ધરાઇ હતી. જરૂર પડ્‌યે એનડીઆરએફની ટીમ, ફાયરબ્રિગેડ સહિતની ટીમને રવાના કરવાની તૈયારીઓ પણ રખાઇ છે. મોટા આસોટામાં ભારે વરસાદથી ગામના તમામ તળાવો અને ચેકડેમો એક જ વરસાદમાં ભરાઇ ગયા છે. તેમજ મોટાભાગના ખેડૂતોના ખેતરોના પાળા તૂટી ગયા છે અને મોટાપાયે ધોવાણ થયું છે. આજે સવારે માત્ર ત્રણ કલાકના મૂશળધાર અને અતિ ભારે વરસાદે આસોટા ગામમાં સર્વત્ર પાણી પાણી અને તારાજીના દ્રશ્યો સર્જી કાઢયા હતા. ૧૫ ઇંચ વરસાદથી એટલી હદે પાણી ભરાઇ ગયા હતા કે, આસોટા ગામ સમગ્ર જિલ્લામાં જાણે બેટના સ્વરૂપમાં ફેરવાઇ ગયુ હતું અને ચોતરફથી પાણીમાં ગરકાવ થવાના કારણે આખુ ગામ સંપર્કવિહોણું બન્યુ હતુ, તંત્રના અધિકારીઓ અને રાહત અને બચાવની ટીમો બહુ પાણી ભરાઇ ગયેલા વિસ્તારમાંથી લોકોને સલામત સ્થળે ખસેડવા માટે યુધ્ધના ધોરણે કામગીરી કરતાં જોવા મળ્યા હતા. ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ અકબંધ રહ્યો છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદ થયો છે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં હળવો વરસાદ થયો છે. મોટાભાગના વિસ્તારો ભારે વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિનો સામનો કરી રહ્યા છે. ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં પણ વરસાદ થયો છે. દક્ષિણ ગુજરાતમાં હળવો વરસાદ થયો છે. આજે દેવભૂમિ દ્ધારકા નજીક ૧૫ ઇંચથી વધુ વરસાદ સિવાય જુનાગઢ, ધોરાજી, ભાવનગર, પાલીતાણા, પોરબંદર, ભૂજમાં પણ વરસાદ પડ્યો છે. આ ઉપરાંત ગુજરાતમાં સિઝનમાં ઉલ્લેખનીય વરસાદ થઈ ગયો છે. ગુજરાતમાં પણ ભારેથી અતિભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. ખાસ કરીને ડાંગ, તાપી, નવસારી, વલસાડમાં ભારે વરસાદ થઈ શકે છે. જ્યારે સૌરાષ્ટ્રમાં રાજકોટ, જામનગર, પોરબંદર, દ્રારકા, ગીરસોમનાથ, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરતમાં પણ ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. અતિભારે વરસાદની આગાહી વચ્ચે તંત્ર પણ સાવધાન થઈ ગયું છે. દેવભૂમિ દ્ધારકા નજીક ભારે વરસાદના કારણે ૧૫ ઇંચ વરસાદ પડતા એકબાજુ જનજીવન ખોરવાઈ ગયું છે. બીજી બાજુ અતિભારે વરસાદની ચેતવણી અકબંધ રાખવામાં આવી છે. જેથી તંત્ર સંપૂર્ણ પણે સાવચેત છે.

ગોંડલમાં વહેતા પાણીમાં પ્રૌઢ તણાયાઃ ભાદર-૨ ડેમ છલોછલ થતા ૩૭ ગામોને ઍલર્ટ કરાયા

સૌરાષ્ટ્રમાં ૫ અને ૬ સપ્ટેમ્બર ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે ત્યારે આજે પણ મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે. ભાદર ૨ ડેમ છલોછલ થતા હેઠળ આવતા ૩૭ ગામોને ઍલર્ટ કરવામાં આવ્યા છે. જેમાં ધોરાજીના ૪, ઉપલેટાના ૧૫, માણાવદરના ૪, કુતિયાણાના ૧૦ અને પોરબંદરના ૪ ગામોનો સમાવેશ છે.ગઇકાલે ગોંડલમાં ભારે વરસાદ પડતા ગોંડલ-રાજકોટ નેશનલ હાઇવે પર કષ્ટભંજન હનુમાનજી મંદિર પાછળ બેઠી ધાબી પુલ પરથી વહેતા પાણીમાં ૫૦ વર્ષીય ભરતભાઇ પોપટભાઇ ઠુંમર તણાયા હતા. આથી ગોંડલ ફાયરબ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી શોધખોળ હાથ ધરી છે.

નર્મદા ડેમની જળ સપાટી ૧૩૫.૭૫ મીટરે પહોંચી, ૨૦ ગામોને એલર્ટ કરાયાં

સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં સતત વધારો થઇ રહ્યો છે. જો કે, હાલ ડેમની સપાટી ૧૩૫.૭૫ મીટરે પહોંચી ગઇ છે અને ઉપરવાસમાંથી ૩,૦૪,૦૬૯ ક્યુસેક પાણીની આવક થઇ છે. ડેમની સપાટી થઇ રહેલા સતત વધારાના કારણે ડેમના ૧૦ દરવાજા ૦.૩ મીટર ખોલવામાં આવ્યા છે અને નર્મદા ડેમમાંથી ૧,૭૧,૩૮૪ ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યું છે.  નર્મદા ડેમના દરવાજા ખોલી પાણી છોડાતા નર્મદા નદી બે કાંઠે વહી રહી છે. જેના કારણે કેવડિયાનો ગોરા બ્રીજ આજે પણ રાહદારીઓ માટે બંધ કરવામાં આવ્યો છે. તો બીજી તરફ નર્મદા ડેમમાં પાણીની આવક થતા ૧૨૦૦ મેગાવોટ વીજ ઉત્પાદન ક્ષમતાના રિવર બેટ પાવર હાઉસના તમામ યુનિટ ચાલુ કરવામાં આવ્યા છે.

સરદાર સરોવર નર્મદા ડેમમાંથી પાણી છોડાતા નર્મદા નદીની સપાટીમાં વધારો થયો છે. નદી કાંઠાના ૨૦ ગામના લોકોને સાવધાન રહેવા માટે તંત્ર દ્વારા સૂચનાઓ આપવામાં આવી છે.

 

 

વેરાવળ સુન્નીમુસ્લીમ જમાત દ્વારા વસીમ રીઝવીની ધરપકડ કરવાની માંગ સાથેનું આવેદનપત્ર આપ્યું

વેરાવળ,  તા. ૬

ઉતરપ્રદેશ ના શિયા વકફ બોર્ડના પ્રમુખ વસીમ રીઝવી દ્વારા પયગંબર મોંહમદ સાહેબના પત્ની તેમજ પયગંબરે રસુલ પર આપતિજનક ટ્રેલર અને અશ્લીલ ફીલ્મ બનાવવા અને ટીપ્પણી તથા અપશબ્દો બોલતા હોય આ ગંભીર અને આપતિ જનક બાબતછે અને તેનાથી મુસ્લમાનોની લાગણીને ઠેસ પહોચી છેઆ ઉપરાંત વસીમ રઝવી વિવાદાસ્પદ વ્યક્તિ હોય તેની તાત્કાલીક ધરપકડ કરી યોગ્ય શિક્ષા આપવાની માંગ સાથે વિશાળ સંખ્યામાં મુસ્લીમ સમાજના લોકો સાથે ડે.કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યુ હતું.

Previous articleરાજ્યનો ખેડુત ત્રણ ત્રણ પાક લઈ સમૃદ્ધિની દિશામાં વધ્યો
Next articleમાંડવડા-૨ પ્રા. શાળામાં યોજાયેલ ક્લસ્ટર કક્ષાનો વિજ્ઞાન મેળો